Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર દિલો કો ચૂમ ઉઠેંગે, સુનને વાલે જૂમ ઉઠેંગે
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતીની પરંપરાગત ઉજવણીના રજત જયંતી વર્ષ નિમિત્તે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા તા. ૧૮-૧૧ ને શનિવારે રાત્રે ૮-૩૦ કલાકે જલારામનગર ગ્રાઉન્ડમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક કલાકાર ઓસમાણ મીરના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે કચ્છના વતની ઓસમાણ મીરને સંગીત તેમના પિતા અને ડાયરાના જાણીતા તબલાવાદક હુશેનભાઈ દ્વારા વારસામાં મળ્યું છે.
આરંભીય કાળમાં પ્રસિદ્ધ ભજનીક સ્વ. નારાયણ સ્વામી સાથે તબલા વાદક તરીકે કારકિર્દી શરૃ કરનાર ઓસમાણ મીરે ઈસ્માઈલ દાતારને સંગીતગુરૃ બનાવી સંગીતને આત્મસાત કર્યું. તલગાજરડામાં પૂ. મોરારીબાપુના આશ્રમમાં સંયોગવશ, ગાયક તરીકે પ્રસ્તુત થયા પછી 'રામકૃપા'થી તેમની ગાયક તરીકેની કારકિર્દી સંતવાણી-ડાયરાઓ અને ગુજરાતી ફિલ્મોથી લઈ બોલીવુડ સુધી પહોંચી છે.
મહાન દિગ્દર્શક સંજય લીલા ભનશાલીની ફિલ્મ 'રામલીલા'માં ઓસમાણ મીરે 'મન મોર બની થનગાટ કરે'ને આગવા અંદાજમાં પ્રસ્તુત કરી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મેળવી અત્યાર સુધીમાં વિશ્વભરમાં રપ દેશમાં સુરોના જાદુ રેલાવનાર ઓસમાણ મીર 'છોટીકાશી' જામનગરમાં જલારામ જયંતીની ઉજવણી પર શ્રોતાઓને ડોલાવશે ત્યારે સુરો પણ પ્રસાદ બની જશે એમ કહી શકાય. સર્વે જલારામ ભકતોને તથા સંગીતપ્રેમીઓને ભવ્ય લોકડાયરાનો લાભ લેવા જલારામ જયંતી મહોત્સવ સમિતિ વતી જીતુભાઈ લાલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial