Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફ સાથે સંકળાયેલા હતાઃ જમ્મુ-કાશ્મીરના
શ્રીનગર તા. ૧૭ઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સમનુ ગામને ઘેરીને સુરક્ષાદળોએ ત્યાં છુપાયેલા પાંચ આતંકીઓને ફૂંકી માર્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગુરૃવારે બપોરથી સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતાં.
મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સમનું ગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ગુરૃવારે સવારે ઓપરેશન શરૃ કર્યુ હતું. માર્યા ગયેલા તમામ આતંકીઓ ટીઆરએફ અને લશ્કર સાથે સંકળાયેલા હતાં. અધિકારીઓએ જણાવ્યું કે, કુલગામના નેહામા વિસ્તારના સમનુ ગાંવમાં આખીરાત શાંતિ બાદ શુક્રવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ગુરૃવારે કુલગામના નેહામાં વિસ્તારના સમનો ગામને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન શરૃ કર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે, જે જગ્યાએ આતંકવાદીઓની હાજરી નોંધવામાં આવી હતી તે જગ્યાને સુરક્ષા દળોએ ચારે બાજુથી ઘેરી લીધી હતી. રાત્રિના વિરામ પછી આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર ફરી શરૃ થયો. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓપરેશન આખી રાત સ્થગિત રહ્યું હતું અને આજે સવારે ફરી શરૃ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ આતંકવાદીઓના જૂથ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ વચ્ચે સામનોમાં ભીષણ ગોળીબાર થયો હતો.
આ પહેલા પણ ગયા બુધવારે સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અને જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, એલઓસીની નજીક સતર્ક સૈનિકોએ થોડી હીલચાલ જોઈ અને સુરક્ષાદળોએ ઘૂસણખોરોને પડકાર્યા ત્યારે બન્ને પક્ષો વચ્ચે ગોળીબાર શરૃ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial