Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ નિહાળશે પીએમ મોદી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનને પણ આમંત્રણઃ

નવી દિલ્હી તા. ૧૭ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા ૧૯ નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ઓસ્ટ્રેલિયાના પીએમ, ડેપ્યુટી પી.એમ.ને પણ મેચ નિહાળવા આમંત્રણ અપાયું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯ નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડે. પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે. જો કે, બંને નેતાઓના કન્ફર્મેશનની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ૮મી વખત ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી વખત વર્લ્ડકપની ફાઈનલ રમશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે. ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરાયો છે. વડાપ્રધાન ૧૯ નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારપછી ૨૦ નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.

આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦ વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે ૨૦૦૩માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમની ૧૨૫ રને હાર થઈ હતી.

આ અગાઉ પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ૭૦ રને હાર આપી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. ભારતે ૫૦ ઓવરમાં ૩૯૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૩૨૭ રને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ખતરનાક બોલર મોહમ્મદ શમીએ ૯.૫ ઓવરમાં ૫૭ રન આપી ૭ વિકેટ ઝડપી હતી. તો ગઈકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દ. આફ્રિકાને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh