Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું રપ મું વર્ષ
છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં આજથી જલારામ જયંતીની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો શરૃ થઈ રહ્યા છે ત્યારે આજે સાંજે 'જલારામનગર' પ્રદર્શન ગ્રાઉન્ડમાં 'રઘુવંશી સ્વયસંવકો'નું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતી મહોત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે તા. ૧૭/૧૧ ને શુક્રવારે સાંજે પ કલાકથી સન્માન સમારોહ શરૃ કરવામાં આવશે. આવતીકાલે તા. ૧૮/૧૧ ને શનિવારે રાત્રે ૮-૩૦ વાગ્યાથી સુપ્રસિદ્ધ ભજનિક ઓસમાણ મીરનો ભવ્ય લોકડાયરો જલારામનગરમાં યોજાશે. કારત સુદ સાતમના તા. ૧૯/૧૧ ને રવિવારે સવારે જલારામ જયંતીના પાવન દિવસે વહેલી સવારે ૭ વાગ્યે પાંજરાપોળમાં ગૌ માતાને ઘાસ વિતરણ કરવામાં આવશે. સવારે ૧૦ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રઘુવંશી ભાઈ-બહેનો માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાશે. ૧૦-૩૦ કલાકેથી જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમજ ૧૦-૩૦ કલાકેથી સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહભોજન (માસ્તાન) યોજાશે, ત્યારપછી ૮૦ વર્ષથી વધુ ઉંમરના રઘુવંશી વડીલોનો સન્માન સમારંભ સવારે ૧૧ કલાકેથી આરંભ થશે. એ પછી લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ 'જલારામનગર'માં યોજાશે. જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે રજત જયંતી વર્ષ તરીકે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે સાંજે હાપામાં આવેલા જલારામ મંદિરમાં તથા સાધના કોલોનીના જલારામ મંદિરે મહાઆરતી ૭ કલાકે યોજાશે, ત્યારપછી સર્વે જલારામ ભક્તો માટે પ્રસાદીનું પણ ભવ્ય આયોજન બન્ને મંદિરોમાં કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમ માટે જલારામ જયંતી મહોત્સવ સમિતિના હોદ્દેદારો જીતેન્દ્ર એચ. લાલ (જીતુભાઈ લાલ), રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ કાનાબાર, મનોજભાઈ અમલાણી, ભરતભાઈ મોદી, અનિલભાઈ ગોકાણી, રાજેશભાઈ કોટેચા, રાજુભાઈ હિંડોચા, રાજુભાઈ મારફતિયા, નિલેશભાઈ ઠકરાર, અતુલભાઈ પોપટ, મનિષભાઈ તન્ના અને મધુભાઈ પાબારી દ્વારા જલારામનગરમાં તૈયારીઓ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial