Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરના રાંધેજા પાસે કાર ઝાડ સાથે અથડાતા પાંચના ગમખ્વાર મૃત્યુ

રાજયમાં ચાર સ્થળે જુદી-જુદી ઘટનામાં ચાર હત્યાના બનાવો

ગાંધીનગર તા. ૧૭ઃ ગાંધીનગર પાસે રાંધેજા - પેશાવર હાઈવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમા કુલ ૬ લોકો સવાર હતાં. જેમાં પાંચના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ કારમાં માણસાના વતની તમામ મુસાફરો હતાં. જે પૈકી એક સારવાર હેઠળ છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

અહેવાલો મુજબ આ મુસાફરો પેથાપુર મુવી જોવા ગયા હતા અને પરત માણસા જતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ પાંચેય કમભાગી મૃતકો તથા સારવાર હેઠળના વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ પાંચેય મુસ્લિમ બિરાદરોના ગમખ્વાર મૃત્યુથી માણસામાં શોકની લાગણી ફેલાવા પામી છે.

રાજયમાં પાંચ હત્યાના બનાવો

રાજયમાં પાંચ જુદા-જુદા સ્થળોએ હત્યાના બનાવો નોંધાયા છે અને તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh