Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રમતા રમતા બાળક દૂર નીકળી ગયો હતોઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના સાતરસ્તા પાસેથી ગઈકાલે સવારે એક બાળક રડતી હાલતમાં મળી આવ્યા પછી પોલીસે પરિવારથી વિખૂટા પડી ગયેલા આ બાળકના પરિવારને શોધવાની જહેમત આદરી હતી. જેમાં આ બાળકના પિતા મળી આવતા બાળકનો કબજો તેમને સોંપી આપવામાં આવ્યો છે.
જામનગરના સાતરસ્તા સર્કલ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પાસે ગઈકાલે સવારે પાંચેક વર્ષનો લાગતો એક બાળક રડતી હાલતમાં ઉભો હોવાની જાણકારી એક રિક્ષા ચાલકે પોલીસને આપતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એચ.પી. ઝાલાની સૂચના અને પીએસઆઈ એ.વી. વણકરના વડપણ હેઠળ દોડ્યો હતો.
આ બાળકને પોલીસે સાંત્વના આપી પૂછપરછ કરતા ઘરનંુ સરનામુ ન જાણતા આ બાળકે પોતાનું નામ રાજેશ રતનભાઈ હોવાનું અને તેના પિતા કોઈ હોટલમાં નોકરી કરતા હોવાનું કહ્યું હતું. ચહેરા પરથી નેપાળી લાગતા આ બાળકના પરિવારને શોધવા માટે સ્ટાફના સંજય પરમાર, કલ્પેશ અઘારાએ શહેરની ખાણીપીણીની હોટલમાં અને ચોકીદારીનું કામ કરતા નેપાળી વ્યક્તિઓનો સંપર્ક કરવાનું શરૃ કર્યું હતું.
તે દરમિયાન નેપાળી સમાજના પ્રમુખનો સંપર્ક થયો હતો અને તેમની મદદથી આ બાળકના પિતા તળાવની પાળ પર એક એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા હોવાનું ખૂલ્યું હતું. તેથી ત્યાં દોડી ગયેલી પોલીસ ટીમે આ બાળકના પિતા રતનભાઈ જનકભાઈ ઢાપાને શોધી કાઢ્યા હતા અને તેઓએ આ બાળક પોતાનો પુત્ર રાજેશ હોવાનું ઓળખી બતાવ્યું હતું. આ બાળક રમતા રમતા ઘરથી દૂર નીકળી ગયો હોવાનંુ ખૂલ્યું છે. બાળકનો કબજો પોલીસે તેના માતા-પિતાને સોંપી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial