Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદ્રાની હાલતમાં પરપ્રાંતિય યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક પટેલ વૃદ્ધનું હાથમાં લાકડાની ફાંસ વાગ્યા પછી ધનુર ઉપડતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મેઘપરમાં પંજાબના એક યુવાન રાત્રિના સમયે નિદ્રાધીન થયા પછી સવારે નહીં ઉઠતા તેઓનું ઉંઘની હાલતમાં જ મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યંુ છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૪માં રહેતા વિજયભાઈ વિરમભાઇ રોલા નામના ૬૧ વર્ષના વૃદ્ધને ગઈ તારીખ ૨૫ના દિને હાથની આંગળીમાં લાકડાની ફાંસ લાગી ગઈ હતી. તે પછી આ વૃદ્ધને ધનુર ઉપડતા બેસતા વર્ષે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર ડો. જતીનભાઈ રોલાએ પોલીસને જાણ કરી છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રામમંદિર પાસે રહેતા મૂળ પંજાબના અમૃતસર જિલ્લાના ગોગા ગામના વતની સમરજીતસિંઘ દર્શનસિંઘ (ઉ.વ.૩૧) નામના યુવાન તા.૧૩ની રાત્રે પોતાના ઓરડામાં સૂવા માટે ગયા પછી બેસતા વર્ષની સવારે નહીં ઉઠતા તેઓને સાથે રહેતા હરદીપસિંહ કેશુભા કંચવાએ સારવાર માટે ખસેડ્યા હતા. આ યુવાનનું નિદ્રાની હાલતમાં જ કોઈ રીતે મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial