Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીની અટકાયત

છ મહિનાથી નાસતો ફરતો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી છ મહિનાથી આ આરોપી નાસતો ફરતો હતો. તેને પોલીસે પકડી પાડી જેલહવાલે કર્યાે છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં દરગાહ સામે વસવાટ કરતા સમીર ફિરોઝભાઈ શેખ નામના શખ્સ સામે ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલી જતા અદાલતે છ મહિના પહેલાં આરોપી સમીર શેખને સજા ફટકારી હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોકત આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સિટી બી ડિવિઝનના પીઆઈ એન.એમ. ગઢવીની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે આ આરોપીની અટકાયત કરી તેને જેલહવાલે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh