Advertisement
Author: નોબત સમાચાર

બાવીસ લાખના ચેક પરતના કેસમાં અમદાવાદના આસામીને બે વર્ષની કેદ

ડિફોલ્ટર સભાસદને ચેક પરતમાં સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીએ રૂ।.રર લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં આરોપીને અદાલતે બે વર્ષની કેદ અને ચેકની રકમ એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. જ્યારે એક સોસાયટીએ ડિફોલ્ટર સભાસદ સામે કરેલી ચેક પરતની ફરિયાદમાં એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ કરવામાં આવ્યો છે.

જામનગરના ગાંધીનગર નજીક મચ્છરનગરમાં અગાઉ રહેતા અને હાલમાં અમદાવાદમાં વસવાટ કરતા ઉતમસિંહ વી. ગોહિલે પોતાના ધંધા માટે વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા પાસેથી કટકે કટકે રૂ।.રર લાખ હાથઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા વિજયસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામેનો કેસ પુરવાર માની આરોપી ઉતમસિંહ વી. ગોહિલને બે વર્ષની કેદ તથા લેણી રકમ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જામનગરની એક સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી હુકમ સમયે હાજર ન હોવાથી વોરંટ કઢાયું છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ મનોજ મુકુંદભાઈ છત્રાલાએ સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ।.૬૨,૧૦૦ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh