Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ-શ્રમિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ ૨૦૨૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તમામ ૪ તાલુકા પંચાયતો અને ખંભાળીયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં. ૩ની પેટા ચૂંટણી માટે મતદાન આગામી તા. ૨૬ એપ્રિલના થનાર છે, જેને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી અયોગ અને સરકારની સૂચનાઓને ધ્યાનમાં લઈને તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કેટલાક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર/રાજ્ય સરકારની કચેરી/સંસ્થાના કર્મચારીઓ/કામદારોને તેમજ દુકાન/વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, હોસ્પિટલોના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, મત આપી શકે તે હેતુસર તા. ૨૬-૪-૨૬ના નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવાની રહેશે. આ વિસ્તારો સિવાય અન્યત્ર નોકરી કરતા હોય પરંતુ તેઓ આ ચૂંટણી હેઠળના ંવિસ્તારોના મતદારો હોય તે નાગરિકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે નિયમાનુસાર રજા આપવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh