Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલ, જામ્યુકો. અને દૂધ મંડળીઓ દ્વારા
ખંભાળીયા તા. ૨૪: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને દૂધ મંડળીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વેરા પહોંચ, વીજબિલ તેમજ દૂધના બિલો સાથે મતદાન કરવા અંગેનો સંદેશ નાગરિકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
જામનગર કોર્પોરેશન દ્વારા વેરા પહોંચ પર "લોકશાહીના પર્વ નિમિત્તે ચાલો સાથે મળીને તા. ૨૬-૪-૨૬ના મતદાન અવશ્ય કરીએ" નો સંદેશ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા વીજબિલ વિતરણ દરમ્યાન ગ્રાહકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. અને 'મારો મત મારો અધિકાર, મતદાન અચૂક કરીએ' તેવો સંદેશ દરેક બિલ પર સ્ટેમ્પ થકી આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત દૂધ મંડળીઓ દ્વારા દૂધના બિલો આપતી વખતે ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી બિલ પર 'મારો મત મારી તાકાત, મતદાન મહાદાન' નો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ નવીન અભિગમ દ્વારા દરેક વર્ગ સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial