Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સ્પોર્ટસ સંકુલમાં મતદાન જાગૃતિનો સંદેશ

ખેલાડીઓ અને વાલીઓને મતદાનની અપીલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર જિલ્લા સ્પોર્ટસ સંકુલમાં ટેકવોન્ડો ઝોનકક્ષાના ટ્રાયલ્સમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓને અને વાલીઓને મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી.

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓને પ્રવેશ આપવા માટે ટેકવોન્ડો રમતના ઝોનકક્ષાના પ્રુવન ટેલેન્ટ (પી.ટી.) ટ્રાયલ્સ યોજાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓ તથા તેમના વાલીઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. મતદાનનું મહત્ત્વ, લોકશાહી મજબૂત બનાવવા તેની ભૂમિકા તથા મતદાનથી થતા સકારાત્મક પરિવર્તનો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલીયા, કોચ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌને આવનારી ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનો અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh