Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચાઃ
ખંભાળિયા તા. ૨૪: ખંભાળિયામાં નિયુક્તિ પામેલા પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા પત્રકારો સાથે બેઠક યોજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં વિગતો મેળવી હતી.
ખંભાળિયા ૫ોલીસ મથકમાં તાજેતરમાં નિયુક્તિ પામેલા પીઆઈ સી.આર. રાણાએ ગઈકાલે ખંભાળિયાને લગત સમસ્યાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે પત્રકારો સાથે બેઠક યોજી હતી.
મૂળ સુરેન્દ્રનગરના વતની અને પોલીસ વિભાગમાં ૧૯ વર્ષથી ફરજ બજાવતા આ અધિકારીને પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ખંભાળિયામાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ અગ્રણી પત્રકાર સર્વશ્રી હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલ સવજાણી, જય ગોસ્વામી, કરણ જોષી, હાર્દિક મોટાણી, ઘનુભા જાડેજા વગેરે સાથે ગોષ્ઠિ કરી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial