Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા પાટીયા પાસે ફંગોળાયેલી મોટરની ઠોકરે ચઢી ગયા મોટરસાયકલ

એક આસમીએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના ઠેબા બાયપાસ નજીક મોરકંડા પાટીયા પાસે બુધવારની બપોરે એક સ્પીડબ્રેકરમાં બ્રેક ન લાગતા બેકાબૂ બનેલી મોટર રોડની નીચે ફંગોળાઈ હતી. જેમાં ચારથી પાંચ જેટલા બાઈક ઠોકરે ચઢી ગયા હતા.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા નીતિનભાઈ દેવજીભાઈ જેપાર નામના યુવાન બુધવારે બપોરે જામનગર-રાજકોટ બાયપાસ નજીક મોરકંડા પાટીયા પાસેથી બાઈક પર જતા હતા.

આ વેળાએ જીજે-૧-ડબલ્યુએચ ૬૬૩૦ નંબરની મોટરના ચાલકે સ્પીડબ્રેકરમાં બ્રેક ન લાગતા ટક્કર મારી દીધી હતી. નીતિનભાઈએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh