Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચઃ
જામનગર તા. ૨૪: જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબલ્યુએચઓ દ્વારા લાખાબાવળ અને દ્વારકાના મોજપ પાસે નવનિર્મિત બે ઈમારતના ઈલેકટ્રીક કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે કોન્ટ્રાક્ટર પાસે બીલ પાસ કરવાની રૂ।.૪ લાખ પર હજારની લાંચ મંગાતા એસીબીએ લાંચ લેતા અધિકારીને પકડી પાડ્યા હતા. આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ ગામના પાટીયા પાસે નિર્માણ કરવામાં આવી રહેલા દવા માટેના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકને લગતી કામગીરી કરવા તથા દ્વારકાના મોજપ ગામમાં બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં ઈલેકટ્રીક સામાન ફીટ કરાની કામગીરીનો કોન્ટ્રાક્ટ એક આસામીને મળ્યા પછી ગુજરાત આયુર્વેદ યુનિ., જામનગર તેમજ ડબલ્યુએચઓ દ્વારા નિર્મિત આ કામગીરીના બીલ મંજૂર કરવા માટે સેન્ટ્રલ પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટની ઈલેકટ્રીક શાખાના મદદનીશ ઈજનેર વિજય બાબુલાલ મીણાએ લાંચ માંગી હતી.
આ અધિકારીએ બીલ પાસ કરવા માટે રૂ।.૪ લાખ પર હજારની માગણી કર્યાની ગઈ તા.૧ના દિને એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા છટકુ ગોઠવાયું હતું અને એસીબી સ્ટાફે આ અધિકારીને દબોચી લીધા હતા. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપી વિજયકુમાર મીણાની ધરપકડ કરાયા પછી તેઓને જેલહવાલે કરાયા હતા.
આ આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાએ કરેલી દલીલો તથા એસીબી પીઆઈ પી.એ. દેલવાડીયાએ કરેલા સોગંદનામાને ધ્યાને લઈ અદાલતે આ આરોપીની જામીન અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial