Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલ-લેબનોન વચ્ચે ત્રણ અઠવાડિયાનો યુદ્ધ વિરામઃ હિઝબુલ્લાહ ચર્ચાના કેન્દ્રમાં

ટ્રમ્પે ઘોષણા કરીઃ વાન્સે ગણાવ્યુ ઐતિહાસિક કદમ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૪: ઈઝરાયલ-લેબનોને યુદ્ધ વિરામ ત્રણ અઠવાડિયા માટે લંબાવ્યો, તેને આવકાર મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ ઈઝરાયલ-લેબનોન યુદ્ધ વિરામના ત્રણ અઠવાડિયાના લંબાવાને એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.

ટ્રમ્પે ગુરૂવારે જાહેરાત કરી કે, ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. બન્ને દેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેમની લેબનોન અને ઈઝરાયલના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ઉત્તમ બેઠક થઈ. તેમણે આશા વ્યક્ત કરી કે લેબનોનના રાષ્ટ્રપતિ અને ઈઝરાયેલી વડાપ્રધાન આગામી અઠવાડિયામાં અમેરિકાની મુલાકાત લેશે. તેઓ ત્રણ અઠવાડિયા માટે યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. ટ્રમ્પે કહ્યું કે, મારૃં માનવું છે કે, અમે જોઈશું કે તે થાય છે કે નહીં, તે તેમની વચ્ચે નહીં થાય, પરંતુ આપણે હજુ પણ હિઝબુલ્લાહ વિશે વિચારવું પડશે, તે પહેલા પણ ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેરિકા લેબનોન સાથેમળીને હિઝબુલ્લાહ સામે પોતાનો બાવ કરવામાં મદદ કરશે. યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો, ઈઝરાયલમાં રાજદૂત માઈક હુકાબી અને લેબનોનમાં રાજદૂત મિશેલ ઈસાએ આજે ઓવલ ઓફિસમાં ઈઝરાયેલ અને લેબનોનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

તેમણે કહ્યું કે 'હું નજીકના ભવિષ્યમાં ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓઉનને હોસ્ટ કરવા માટે આતુર છું. આ ઐતિહાસિક બેઠકમાં ભાગ લેવો એ ખૂબ જ સન્માનની વાત હતી.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh