Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલાડીઓ-વાલીઓને મતદાન કરવા અપીલઃ
જામનગર તા. ૨૪: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓને પ્રવેશ આપવા માટે ટેકવોન્ડો રમતના ઝોનકક્ષાના પ્રુવન ટેલેન્ટ ટ્રાયલ્સ યોજાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓ તથા તેમના વાલીઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. મતદાનનું મહત્વ, લોકશાહી મજબૂત બનાવવા તેની ભૂમિકા તથા મતદાનથી થતા સકારાત્મક પરિવર્તનો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિપુલ મહેતા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભાવેશ રાવલિયા, કોચ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહૃાા હતા. તેઓએ સૌને આવનારી ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનો અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial