Advertisement
Author: નોબત સમાચાર

પટ્ટણીવાડમાં ઘોડીપાસાનો પકડાયો જુગાર

રૂ।.૧૦૧૦૦ સાથે ચારની અટકાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના પટ્ટણીવાડ પાસે ગઈકાલે સાંજે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૧૦૧૦૦ અને ઘોડીપાસા ઝબ્બે લીધા છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડ પાસે હાથીયા શેરીના ખૂણા નજીક ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ઘોડીપાસા વડે જુગાર રમતા અસગર ઈબ્રાહીમ કુરેશી, મહંમદ આમદ રાડ ઉર્ફે મહાદેવ, બોદુભાઈ હુસેનભાઈ સીપાઈ, કાદરભાઈ હુસેનભાઈ કટારીયા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૧૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh