Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયુ
જામનગર તા. ૨૪: જામનગરના વોર્ડ નં. ૩માં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભાજપના ચારેય ઉમેદવારોને જંગી સરસાઇથી જીતાડવા માટેનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વકર્મા બાગમાં યોજાયેલા આ સંમેલનમાં ઉપસ્થિત કાર્યકરોએ સમગ્ર વોર્ડમાં કેશરિયો માહોલ હોવાથી ભાજપની પેનલની જીતને નિશ્ચિત ગણાવી હતી.
શહેરના વોર્ડ નં. ૩માં આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર સુભાષભાઇ જોષીની આગેવાની હેઠળની સમગ્ર પેનલ નિશ્ચિત વિજય ભણી આગેકૂચ કરી રહી છે. વિશ્વકર્મા બાગમાં યોજાયેલા વિશાળ કાર્યકર્તા સંમેલનમાં બહોળી સંખ્યામાં આ વોર્ડના ભાજપના કાર્યકરો, પક્ષના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહૃાાં હતાં.
સંમેલનના પ્રારંભે સ્વાગત પ્રવચન વોર્ડ નં. ૩ના ભાજપના પ્રમુખ નરેનભાઇ ગઢવીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ સિનિયર કોર્પોરેટર સુભાષભાઇ જોષીએ કરી હતી. આ સંમેલનમાં શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે, મતદારો આ વખતે પણ ભાજપની પેનલને જ જીતાડશે કેમકે ૧૯૯૫ થી ૨૦૨૫ સુધીના શાસનમાં ભાજપે અસંખ્ય વિકાસ કામો કર્યા છે. રણમલ તળાવ બ્યુટીફિકેશન, ફ્લાય ઓવરબ્રિજ, રસ્તાના વિસ્તૃતિકરણ, લાઇટ-પાણી-સફાઇ જેવી પાયાની સુવિધાના માળખાને મજબૂત બનાવાયું છે. હજુ પણ આગામી પાંચ વર્ષમાં નવા ફ્લાયઓવર, રમતગમતના મેદાન, સ્પોર્ટસ કોમ્પલેક્સ, ઓડિટોરિયમ, આરોગ્ય મંદિર જેવા અનેક પ્રોજેક્ટો સાકાર કરાનાર છે.
શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, સત્તા ન મળવાથી વર્ષોથી હતાશામાં રહેલી કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે પરંતુ મતદારો હવે સંપૂર્ણ જાગૃત છે તેથી કોંગ્રેસની ચાલ સફળ નહીં થાય. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ સામે ભાજપે અપનાવેલી વિકાસની રાજનીતિને શહેરીજનોએ સ્વીકારી છે અને તેથી જ ભાજપના ઉમેદવારોની જીત અંગે કોઇ શંકા નથી.
પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ જણાવેલ કે, પાયાના કાર્યકરોના આધારે આ વોર્ડમાંથી ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે. માત્ર સ્થાનિક ચૂંટણી નહીં પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપને પ્રચંડ જનસમર્થન મળ્યું છે અને તેથી જ ચોક્કસપણે કહી શકાય કે આ વખતે પણ વોર્ડ નં.૩માંથી ચારેય કમળ ખીલશે.
શહેર ભાજપના યુવા પાંખના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ જાડેજાના યુવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી કે જીત ભલે નિશ્ચિત હોય પરંતુ સમગ્ર શહેરમાં વોર્ડ નં.૩ સૌથી વધુ લીડથી ડંકો વગાડે તે માટે વધુ તાકાતથી કામ કરવું પડશે. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલાં જામનગર શહેર ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ પણ કાર્યકર્તાઓની અથાગ મહેનતને બિરદાવી હતી.
આ સંમેલનમાં શહેર ભાજપ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશભાઇ ઠુમ્મર, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ખુમાનસિંહ સરવૈયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ અને જામનગરના યુવા મોરચાના પ્રભારી સુખદેવભાઇ, શહેર યુવા મોરચાના પ્રમુખ સહદેવ ડાભી, પૂર્વ પ્રમુખ દિલીપસિંહ જાડેજા, કિસાન મોરચાના શહેરમંત્રી અશોકસિંહ વાળા, આ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અલ્કાબા જાડેજા, પરાગભાઇ પટેલ, પન્નાબેન કટારિયા, વોર્ડના પ્રમુખ નરેન ગઢવી તથા મહામંત્રીઓ આદિત્ય ત્રિવેદી, જય કડીવાર વોર્ડ નં. ૩ના સહચૂંટણી ઇન્ચાર્જ ભાવેશભાઇ કાનાણી ઉપરાંત વોર્ડના પૂર્વ સંગઠ્ઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહૃાાં હતાં.
આ સંમેલનમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં લોહાણા સમાજના આગેવાન ધિરૂભાઇ કારિયા, રાજુભાઇ મારફતિયા, દિપકભાઇ સામાણી, અજયભાઇ કોટેચા, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હરેશ ઓઝા, ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસના પ્રમુખ ડૉ. જોગીન જોષી, ઉપપ્રમુખ કશ્યપ ત્રિવેદી, હાર્દિક પંડ્યા, પટેલ સમાજના અશોકભાઇ વાછાણી, વિજયભાઇ દેત્રોજા, અશોકભાઇ ભૂત, પ્રવિણ અમૃતિયા, રાજુભાઇ (તુલસી ઓપ્ટિક્સવાળા) જૈન સમાજના પ્રદિપ ગાંધી, અંજન મસાલિયા, અમિષ શાહ, વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ અશોક રાવળ, દરજી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ટંકારિયા, ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઇ ગોરેચા અને ટ્રસ્ટી દિલીપભાઇ ભારદિયા, જયમાતાજી પંચવટી ગ્રુપના પ્રમુખ સંપતસિંહ ઝાલા અને અન્ય સભ્યો, નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના મહિપતસિંહ ચુડાસમા અનેે ઘનશ્યામસિંહ રાણા ઉપસ્થિત રહૃાાં હતાં.
આ કાર્યક્રમ દરમિયાન જેન્તિલાલ લાલજીભાઇ પ્રજાપતિ સહિત ૨૧ કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરતાં શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારીએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં. સંમેલનના અંતે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ ભાજપના ઉમેદવાર સુભાષભાઇ જોષી, કૃષ્ણાબા ઝાલા, રાજેશ યાદવ, હેતલબેન ગીરીશભાઇ અમેથિયા (પ્રજાપતિ)ને ભારે લીડથી જીતાડવા ખાત્રી અને વિશ્વાસ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial