Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ કોર્પાેરેટર નુરમામદ પલેજા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પક્ષમાં જોડાયા

વોર્ડ નં. ૧માં કોંગ્રેસને જોરદાર ઝટકો

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે જ શહેરના વોર્ડ નં. ૧માં કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે, આ વોર્ડના પૂર્વ કોર્પાેરેટર નુરમામદભાઈ પલેજા તેમના અસંખ્ય ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષમાં જોડાતા સમગ્ર વોર્ડમાં કોંગ્રેસ માટે રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પૂર્વ કોર્પાેરેટર નુરમામદ પલેજાને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો અને આ વખતની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ના ભાજપના ઉમેદવારો અમર મહેન્દ્રભાઈ મોદી, ઈસ્માઈલ માણેક, જરીનાબેન હાજી સુંભણીયા, સબાનાબેન ઉમર ચમડીયાના પ્રચાર કાર્યમાં જોડાઈ જવા અનુરોધ કર્યાે હતો. નુરમામદ પલેજાના ભાજપમાં પ્રવેશથી વોર્ડ નં. ૧માં ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh