Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા વૃદ્ધાશ્રમમાં મતદાનના શપથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને જામનગરમાં આગામી તા. ૨૬ એપ્રિલના મતદાન યોજાશે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના મહિલાઓને મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપરાંત મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપી મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh