Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૩ લાખના મુદ્દલ સામે રૂ।.૧૪ લાખ વ્યાજ ચૂકવ્યાની ફરિયાદમાં જામીન મંજૂર

જામજોધપુરના બે આરોપી સામે નોંધાયો છે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામજોધપુરના એક યુવાને રૂ।.૩ લાખ ૩૦ ટકાના વ્યાજે લઈ રૂ।.૧૪ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ બે શખ્સ ધાકધમકી આપતા હોવાની કરેલી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ થઈ હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામજોધ૫ુર શહેરમાં વસવાટ કરતા નિકુંજભાઈ જયંતિભાઈ ગોર નામના આસામીએ વર્ષ ૨૦૨૧માં આર્થિક જરૂરિયાત ઉભી થતા પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા પાસેથી રૂ।.૩ લાખ ૩૦ ટકાના વ્યાજે લીધા પછી પ્રતિપાલસિહે ભાગીદારીમાં ક્રિપાલસિંહ હરીસિંહ જાડેજા સાથે ફાયનાન્સની ઓફિસ શરૂ કરી હતી. તે દરમિયાન આ વ્યક્તિઓએ ૩૦ ટકા વ્યાજ દર મહિને નહી પરંતુ દર સપ્તાહે ચૂકવવા આદેશ કર્યાે હતો અને તે રીતે વ્યાજ ચૂકવતા નિકુંજભાઈએ રૂ।.૧૪ લાખ ચૂકવી આપ્યા હતા.

ત્યારપછી વ્યાજ ન આપી શકતા નિકુંજભાઈ પાસેથી કોરા ચેક પ્રતિપાલસિંહ અને ક્રિપાલસિંહે મેળવી લીધા હતા અને આ યુવાનના ગેરેજ તથા ઘરે જઈ આ વ્યક્તિઓ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતા હતા. વધુ રૂ।.૯ લાખ માંગતા રહેતા આ વ્યક્તિઓ સામે નિકુંજભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી પ્રતિપાલસિંહ નાથુભા, ક્રિપાલસિંહ હરીસિંહની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીના જામીન મંજૂર રાખ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh