Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: જામનગર શહેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડમાં સમરસતા જળવાઈ, દરેક જ્ઞાતિ સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા ઉમેદવારોની પસંદગી, જામનગર શહેરને જાનદાર, શાનદાર, જાજરમાન બનાવવાના ભારતીય જનતા પાર્ટીના ઘોષણા પત્રથી નગરજનો પ્રભાવિત છે. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ઉમેદવારને પ્રત્યેક વોર્ડમાં જીત અપાવવા, જંગી બહુમતીથી જીતાડવા ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડના કાર્યાલયોના ઉદ્દઘાટન સમયે ઉપસ્થિત રહેલ જનમેદની જોતા સ્પષ્ટ જણાય રહૃાું છે કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક ઉમેદવાર, પ્રત્યેક વોર્ડમાં જંગી બહુમતિથી વિજય પ્રાપ્ત કરશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરનો વિકાસ કરવામાં આવેલ છે, નગરજનોની સુવિધા હોય, સ્વાસ્થ્ય સેવા હોય, સ્વચ્છતાની બાબત હોય, નલ સે જળની સુવિધા હોય દરેક ક્ષેત્રમાં દરેક વિસ્તાર-દરેક વોર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સહીત વ્યવસ્થાપનની દૃષ્ટિએ વિકાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોષણા પત્રમાં (૧) ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ (૨) ફાટક મુક્ત જામનગર (૩) ગ્રીન કવરેજ વધારવા તથા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ (૫) રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ (૬) રીન્યુએબલ એનર્જી તથા સોલારની ઉપલબ્ધતા વધારવા બાબત (૭) પી.એમ. ઇ-બસ યોજના, (૮) ઘરનું ઘર સ્વપ્ન, (૯) ૧૪૦૪ રીડેવલોપમેન્ટ (૧૦) નલ સે જલ પાણી પુરવઠા (વિતરણ) યોજના (૧૧) રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ, (૧૨) ભૂગર્ભ ગટર નેટવર્ક આયોજન (૧૩) આરોગ્ય અને શિક્ષણ (૧૪) સ્ટ્રીટ લાઇટનું આયોજન (૧૫) ઈ-લાઇબ્રેરી (૧૬) આગવી ઓળખ (૧૭) રમત-ગમત (૧૮) નવા ફાયર સ્ટેશન અને જૂના ફાયર સ્ટેશનનું અપગ્રેડેશન (૧૯) વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક (૨૦) વરસાદી પાણી સંગ્રહ અને નિકાલ (૨૧) ચેલા પાસે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવા બાબત (૨૨) રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ (૨૩) કેચ ધ રેઈન (૨૪) રખડતા પશુ નિયંત્રણ અને સારસંભાળ (૨૫) બેડીપોર્ટ પર્યટન (૨૬) ટ્રાફિક સમસ્યા અને નિવારણ સહીત મહત્ત્વના મુદ્દાઓ સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. જે લોકોને પ્રભાવિત કરી રહૃાા છે. પ્રાથમિક સુવિધાથી લઇ આધુનિકરણ સુધીના મુદ્દાઓને ઘોષણા પત્રમાં આવરી લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું ઘોષણા પત્ર નગરજનોને પ્રભાવિત કરી રહૃાું છે, નગરજનોમાં ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડના દરેક ઉમેદવારને જંગી બહુમતીથી જીત આપવાની ઉત્સુકતા દેખાય રહી છે.
જામનગર શહેરમાં ૧૬ વોર્ડ કાર્યાલયો ઉદ્દઘાટન સમયે જોવા મળેલ જંગી અને સ્વયંભૂ જનમેદની, ઘોષણા પત્ર દ્વારા લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જોવા મળતો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટી દાયકાઓથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનસેવામાં સત્તા ઉપર છે અને પક્ષ દ્વારા કરવામાં આવેલ જામનગરના વિકાસના તાદસ ઉદાહરણને ધ્યાને લેતા સ્પષ્ટ થઇ રહૃાું છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક વોર્ડમાં પ્રત્યેક ઉમેદવાર જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા સંભાળશે, અને જામનગરને વધુ જાનદાર-શાનદાર જાજરમાન બનાવશે.
રાજકીય વિશ્લેષકોના આકલન મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની ઘોષણામાં સુક્ષમતા દાખવવામાં આવી છે, દરેક જ્ઞાતિ-જાતિ-ઉમર-અનુભવ-ઉત્સાહને આવરી લેવામાં આવેલ છે. પ્રત્યેક પેનલમાં એક અનુભવી-એક યુવાન એમ જોશ અને હોશનો સમન્વય જોવા મળી રહૃાો છે. આ સમીકરણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહોળી સંખ્યામાં મત અપાવશે, અને જામનગર મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે એ નિશ્ચિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial