Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રકો હવે ઓનલાઈન અપાશે

રાજ્યની ૩૩ હજાર સ્કૂલોના ૪૦ લાખ બાળકોને થશે ઉપયોગી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના પ્રગતિ પત્રક ઓનલાઈન આપવામાં આવશે. રાજ્યની કુલ ૩૩ હજાર શાળાના ૪૦ લાખ બાળકોને/વિદ્યાર્થીઓને ચાલુ વર્ષ ગુજરાતી માધ્યમ માટે પ્રથમ પ્રયાસ કરશે ગુજરાત સરકાર. આમ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘનું સૂચન સરકારે સ્વીકાર્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ ૩-૨-૨૬ના પત્ર જીસીઈઆરટી ગાંધીનગરમાં પરીક્ષા અંગેની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નિયામક પ્રકાશ ત્રિવેદી, નાયબ નિયામક બી.ડી. બારીયા, એસએસએ સચિવ શિલ્પાબેન પટેલ, જીસીઈઆરટીના અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, મહામંત્રી એચ.કે. દેસાઈ, સતિષભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, નાયબ નિયામક બારીયા દ્વારા વાર્ષિક પ્રગતિ પત્રકો દરેક બાળકોના ઓનલાઈન ઉપલબ્ધ કરવા તેમજ શાળાઓમાં ઓનલાઈન પરિણામ સરકાર દ્વારા તૈયાર કરી સોફટ કોપી દરેક શાળા સુધી પહોંચાડવા ચર્ચા થઈ હતી.

ચાલુ વર્ષથી જ પ્રાથમિક ૩૩ હજાર શાળાના ૪૦ લાખ બાળકોના પરિણામ પત્રક/પ્રગતિ પત્રક ઓનલાઈન શરૂ કરવામાં આવેલ છે.

આ માટે વિદ્યા સમિક્ષા કેન્દ્રના આસીફ સાવંત અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યવાહી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે.

આ માટે નિયામક પ્રકાશ ત્રિવેદીએ માર્ગદર્શન અને જીસીઈઆરટીના પરીક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યુ હતું.

આમ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયેલા સૂચન મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે. આ નિર્ણયથી શિક્ષકોને બેવડી એન્ટ્રીમાંથી મુક્તિ મળશે. અને રેકોર્ડ જાળવવાની કામગીરીમાં સરળતા રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh