Advertisement
Author: નોબત સમાચાર

બાકી રકમ ન ચૂકવનાર મુંબઈની પેઢીને વ્યાજ સાથે રકમ ચૂકવવા કરાયો આદેશ

નગરની એક પેઢી દ્વારા કરાયો હતો દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના દરેડમાં પેનના પાર્ટનું ઉત્પાદન કરતા કારખાનેદાર પાસેથી મુંબઈની એક પેઢીએ ઉધાર માલ મંગાવ્યા પછી રૂ।.૭ લાખ ૯૦ હજાર ચૂકવ્યા ન હતા. તે રકમ માટે કોર્ટમાં દાવો કરાયો હતો. કોર્ટ દ્વારા તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કરાયો છે.

જામનગરના દરેડ ફેસ-રમાં પેનના પાર્ટનું મેન્યુફેકચરીંગ કરી વ્યવસાય કરતા ભગવાનજી ગંગદાસ વસોયા પાસેથી મુંબઈની મીડાશ ક્રિએશન નામની પેઢીવાળા તરૂણ કાંતિલાલ જૈન દ્વારા માલ મંગાવાયો હતો.

તેની રકમ પેટે રૂ।.૮ લાખ જામનગરની પેઢીએ લેવાના બાકી હતા. તેમાંથી રૂ।.૧૦ હજાર ચૂકવી બાકીની રકમ માટે સમય મંગાયો હતો. તે સમય આપવા છતાં રૂ।.૭ લાખ ૯૦ હજાર ચૂકવવામાં આવતા ન હતા તેથી જામનગરની સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો.

આ દાવો ચાલી જતા અદાલતે બાકી રકમ છ ટકા વ્યાજ તથા રૂ।.ર૮,૧૩૪ની રકમ દાવાના ખર્ચ પેટે ચૂકવી આપવાનો તરૂણ કાંતિલાલ જૈનને હુકમ કર્યાે છે. નગરની પ્રિમિયલ બ્રાસ ઈન્સ. તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh