Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાની સંસદે આપી હતી પહેલી મેની ડેડ લાઈન : ટ્રમ્પ સરકાર આવી ભીંસમાં

ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખવાના મુદ્દે દ્વિધા ઊભી થઈ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૪: અમેરિકાની સંસદે આપેલી ૧ મે ની ડેડ લાઈને ટ્રમ્પની ચિંતા વધારી દીધી છે. ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખવું કે સેના પાછી બોલાવવી તે અંગે ભારે દ્વિધા ઊભી થઈ ગઈ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ૧ મે ની તારીખ અત્યંત નિર્ણાયક બની ગઈ છે. ર૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ જંગના ૬૦ દિવસ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલી એ છે કે, જો તેમને અમેરિકી સંસદ (કોંગ્રેસૃ) તરફથી યુદ્ધ ચાલુ રાખવાની મંજૂરી નહીં મળે, તો તેમણે ઈરાનમાંથી પોતાની સેના પાછી બોલાવવી પડશે. એક અંગ્રેજી અખબાર અનુસાર ૧૯૭૩ ના જૂના કાયદા 'વોર પાવર્સ રેઝોલ્યુશન' ને કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્ય્ું છે. અમેરિકી કાયદા મુજબ રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વગર માત્ર ૬૦ દિવસ સુધી જ સેનાને યુદ્ધમાં રાખી શકે છે. અમેરિકાએ ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હૂમલો કર્યો હતો, જેની જાણકારી ૨ માર્ચે સંસદને આપવામાં આવી હતી. આ હિસાબે ૬૦ દિવસની કાનૂની સમયમર્યાદામાં ૧ મે ના રોજ સમાપ્ત થાય છે.

જો આ ડેડલાઈન સુધીમાં સંસદમાં યુદ્ધ ચાલુ રાખવા માટે મતદાન દ્વારા મંજુરી ન મળે, તો સૈન્ય કાર્યવાહી ગેરબંધારણીય ગણાશે. અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પના નિર્ણયો સાથે મજબૂત રીતે ઊભી હતી, પરંતુ હવે કેટલાક સાંસદોના સૂર બદલાવા લાગ્યા છે.

યુટાના સીનેટર જોન કર્ટિસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંસદીય મંજૂરી વગર સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાના પક્ષમાં નથી. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ બ્રાયન માસ્ટે પણ ચેતવણી આપી છે કે ૧ મે પછી વોટિંગના સમીકરણો બદલાઈ શકે છ.

આ સંકેતો ટ્રમ્પ માટે જોખમી છે, કારણ કે સંસદમાં બહુમતી સાબિત કરવી હવે મુશ્કેલ જણાય રહી છે. ટ્રમ્પ પાસે અત્યારે બે જ રસ્તા છે, કાં તો તેઓ સંસદ સમક્ષ મંજૂરી માટે અપીલ કરે અથવા સેના પાછી ખેંચવાની જાહેરાત કરે. જો સંસદ મંજૂરી ન આપે તો સેનાની સુરક્ષિત વાપસી માટે કાયદા હેઠળ ૩૦ દિવસનો વધારાનો સમય મળી શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ઈરાન પર કોઈ નવા હૂમલા કરી શકાશે નહીં.

યુએસએ બુશ જેવા ૯૦ ફાઈટર જેટ ધરાવતા યુદ્ધ જહાજો ઈરાન સરહદે તૈનાત હોવા છતાં, કાયદાકીય મર્યાદા ટ્રમ્પના હાથ બાંધી શકે છે તેમ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એ જોવાનું રહેશે કે ૧ મે પહેલા અમેરિકા કોઈ રાજદ્વારી સમજૂતી કરે છે કે પછી સૈન્ય પીછેહઠની ફરજ પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh