Advertisement
Author: નોબત સમાચાર

નવા એંસી ફૂટ રોડ પરથી સ્કૂટરમાં દારૂની અડધી બોટલ સાથે એક ઝબ્બે

અડધી ભરેલી બોટલ તથા સ્કૂટર કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના નવા એંસી ફૂટ રોડ પરથી ગઈકાલે રાત્રે એક્ટિવામાં ઈંગ્લીશ દારૂની અડધી જેટલી ભરેલી બોટલ સાથે જઈ રહેલા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નવા એંસી ફૂટ રોડ પર આવેલા પ્રજાપતિની વાડી પાસેથી ગઈરાત્રે પસાર થતા જીજે-૧૦-ઈઈ ૭૭૭૫ નંબરના એક્ટિવાને પેટ્રોલિંગમાં રહેલા ૧૧૨ના પોલીસ સ્ટાફે રોકાવ્યું હતું.

આ સ્કૂટર પર જઈ રહેલા શંકરટેકરીના વાલ્મિકીવાસ પાસે રહેતા મહેશ ભરતભાઈ બાબરીયાની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા રૂ।.૪૦ હજારનું સ્કૂટર કબજે કરી લીધુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh