Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેસ્ટોરેશન, કન્ઝર્વેશન અને કન્સોલીડેશન સાથે
જામનગર તા. ૧૮ઃ જામનગરના ઐતિહાસિક ત્રણ દરવાજાના રેસ્ટોરેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને અહિંથી ભારે વાહનો પસાર થવા ઉપર સાડાપાંચ માસ માટે પ્રતિબંધ લાદતું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ જાહેર કરાઈ છે.
જામનગરના ઐતિહાસિક ત્રણ દરવાજાનું રેસ્ટોરેશન, કન્ઝર્વેશન અને કન્સોલિડેશનનું કાર્ય જામનગર મહાનગર-પાલિકા દ્વારા શરૃ કરવામાં આવ્યું છે. આથી તા. ૧૭-પ-ર૦ર૩ થી તા. ૩૦-૧૦-ર૦ર૩ સુધી એટલે કે લગભગ સાડાપાંચ માસ માટે ભારે વાહનોના ત્રણ દરવાજામાંથી પસાર થવા ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો ગઈકાલથી જ અમલ કરી દેવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક માર્ગોના ઉપયોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં દરબારગઢથી શાક માર્કેટ, દિપક સિનેમા રોડ, રણજીત રોડ પાસેથી ગ્રેઈન માર્કેટ તરફ જઈ શકાશે, જ્યારે રાજકોટ રોડ માર્ગેથી કે.વી. રોડ થઈ તંબોલી માર્કેટ, ખાંડબજાર તરફથી ગ્રેઈન માર્કટ તરફ વાહનો આવન-જાવન કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial