Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે પાક્કુઃ આવતીકાલે સાડાબારે શપથવિધિઃ
બેંગ્લુરૃ તા. ૧૮ઃ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રચવા અંગે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલાઈ જતા હવે પહેલા નક્કી થયું હતું તેમજ મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે કાલે બપોરે ૧ર-૩૦ વાગ્યે શપથ લેશે.
કર્ણાટકનું કોકડું હવે ઉકેલાય ગયું છે અને મડાગાંઠ દૂર થતાં સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસે ડી.કે. શિવકુમારને ડેપ્યુટી સી.એમ. પદ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાંબી ચર્ચા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.
શપથ ગ્રહણ સમારોહ શનિવારે (ર૦ મે) બેંગ્લુરૃમાં બપોરે ક્ષર-૩૦ વાગ્યે યોજાશે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા સી.એમ. બનશે અને ડી.કે. શિવકુમાર ઉપમુખ્યમંત્રી. બધારે કર્ણાટકમાં વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નથી. બધાએ સર્વાનુમત્તે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનિય છે કે, સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી શિવકુમાર માની ગયા હતાં. તેમણે બે શરતો મૂકી હતી કે સિદ્ધારમૈયાને ફક્ત બે વર્ષ માટે સી.એમ. બનાવવામાં આવે અને પછી તેમને ત્રણ વર્ષ શાસન સોંપવામાં આવે. તેમણે માંગ કરી હતી કે તેઓ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પદે જળવાઈ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડી.કે. શિવકુમારે કહ્યું હતું કે તેઓ પાર્ટીના ફોર્મ્યુલા પર સહમત છે.
સિદ્ધારમૈયાના નામ પર ઔપચારિક મહોર લગાવવા માટે આજે સાંજે ૭ વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ પછી કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. અગાઉ બન્ને નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમાર, જેમને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતાં. તેમણે બુધવારે (૧૭ મે) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં અલગ-અલગ મુલાકાત કરી હતી. ત્યારપછી બુધવારે રાત્રે શિવકુમાર સુરજેવાલાના નિવાસસ્થાને મળ્યા હતાં અને ત્યારપછી કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને સુરજેવાલાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમની સાથે ચર્ચા કરી હતી. સિદ્ધારમૈયા રાત્રે વેણુગોપાલના ઘરે ગયા અને તેમની અને સુરજેવાલા સાથે વાતચીત કરી.
કર્ણાટકમાં રર૪ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે ૧૩પ બેઠકો જીતી છે, જ્યારે બીજેપી ૬૬ અને જેડીએસ ૧૯ સમેટાઈ ગઈ હતી. રાજ્યમાં પરિણામો ૧૩ મે (શનિવાર) ના આવ્યા હતાં. ત્યારથી સવાલ એ હતો કે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારમાંથી કોણ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે, જેનો જવાબ આજે મળી ગયો છે.
સી.એમ.ની પસંદગી કરવા માટે રવિવારે સાંજે બંગ્લુરૃમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરીને પક્ષ પ્રમુખને ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી પાર્ટીના ત્રણ નિરીક્ષકો, વરિષ્ઠ નેતા સુશિલ કુમાર શિંદે, જિતેન્દ્રસિંહ અને દીપક બાબરિયા, જેમને ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે બેંગ્લોર મોકલવામાં આવ્યા હતાં, તેઓ સોમવારે દિલ્હી પરત ફર્યા હતાં. આ નેતાઓએ ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે ગુપ્ત મતદાન પણ કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial