Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના સતાપરમાંથી છ પત્તાપ્રેમી પકડાયાઃ
જામનગર તા.૧૮: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં એક ગોડાઉનમાં ગઈકાલે સાંજે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા નાલ ઉઘરાવી જુગાર રમાડતા ગોડાઉન માલિક અને જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતા. ત્યાંથી રૃા.૫૭,૫૦૦ રોકડા કબજે કરાયા છે. જ્યારે જામજોધપુરના સતાપર ગામમાં તીનપત્તી રમતા છ શખ્સ રૃા.૧૦,૧૫૦ સાથે ઝડપાઈ ગયા છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં જકાતનાકા વાળી ગલીમાં ગઈકાલે મોડી સાંજે જુગાર રમાતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના હરદીપ બારડ, યુવરાજસિંહને મળતા પીઆઈ પી.એલ. વાઘેલાને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા અશ્વિન રમણીકભાઈ નંંદા નામના શખ્સના ગોડાઉનમાં પોલીસે ચેક કરતા ત્યાં અશ્વિનને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રવીણભાઈ ગોવિંદભાઈ કરંગીયા, વિપુલ શંકરલાલ દામા, અશ્વિન ગોહિલ, મનુભા ભૂરુભા ચુડાસમા, જીતુભા બચુભા ચુડાસમા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા. ૫૭, ૫૦૦ રોકડા કબજે કરી તમામ છ સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમી રહેલા ગોજીયા વિક્રમભાઈ રામાભાઈ, નરેન્દ્ર હાજાભાઈ ડોડીયા, રાજેશ સુકાભાઈ મોઢવાડીયા, ડોડીયા અરજણભાઈ રત્નાભાઈ, જયસુખ મગનભાઈ બલોલીયા, ગોવિંદભાઈ કડવાભાઈ પરમાર નામના છ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. રૃા.૧૦,૧૫૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial