Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના બે તથા કાલાવડના એક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના રણજીતનગરમાં રહેતા એક યુવાને ચાર વર્ષમાં જામનગરના બે અને કાલાવડના એક શખ્સ પાસેથી રૃા.૮ લાખ ૮૦ હજાર વ્યાજે લઈ તેની સામે રૃા.૨૦ લાખ ઉપરાંતની રકમ વ્યાજપેટે ભરપાઈ કરી હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની માંગણી કરી આ શખ્સો ગાળો ભાંડતા હોય અને ધમકી આપતા હોય, આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા નવા હુડકો માં રહેતા પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા નામના યુવાને વર્ષ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન શંકરટેકરીવાળા ભયલુભા વાળા, ધર્મેન્દ્રસિંહ વાળા, કાલાવડના શક્તિસિંહ વાળા પાસેથી જુદા જુદા સમયે રૃા.૮ લાખ ૮૦ હજાર હાથઉછીના લીધા હતા.
તે રકમની સામે નક્કી થયેલા વ્યાજ મુજબ પૃથ્વીરાજસિંહે રૃા.૨૦ લાખ ર૭ હજાર જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી આપવી હોવા છતાં ઉપરોક્ત ત્રણેય શખ્સ વધુ વ્યાજ તથા મુદ્દલની માંગણી કરી હેરાન કરતા હતા. તે દરમિયાન ત્રણ મહિના પહેલા ત્રણેય શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પૃથ્વીરાજસિંહે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ તથા આઈપીસીની કલમો હેઠળ ત્રણેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial