Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળવયે વિધવા બન્યા પછી ૧૦૩ વર્ષ ની ઉંમર સુધી ધર્મપારાયણ જીવન જીવ્યા હતાં
જામનગરના વિશા ઓશવાળ જૈન સમાજના ગોસરાણી પરિવારના કંકુબેન ખેતશીભાઈ ગોસરાણીનું તા. ૧૬-૦પના ૧૦૩ વર્ષની વયે નિધન થતાં બેન્ડવાજા સાથે તેમની પાલખી યાત્રા (અંતિમ યાત્રા) કાઢવામાં આવી હતી. નવકાર મંત્રોના જાપ સાથે નીકળેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, જ્ઞાતિજનો તથા બહેનો જોડાયા હતાં. કંકુબેનના લગ્ન નાની ઉંમરે થયા હતાં અને માત્ર છ મહિનામાં જ તેમના પતિ ખેતશીભાઈ દેવશીભાઈ ગોસરાણીનું અવસાન થતાં તેઓ બાળ વયે જ વિધવા થઈ ગયા હતાં. તેમણે ત્યારથી જ ધર્મ પારાયણ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. એકલા જ રહ્યા હતાં. છેલ્લા થોડા વરસોથી તેઓ ભત્રીજાના પુત્રોના પરિવાર સાથે રહેતા હતાં. જૈન બેંડ સાથે તેમની પાલખી યાત્રા નીકળી હતી. ૧૦૩ વર્ષના વૃદ્ધાની ભત્રીજાના પુત્ર-પુત્રવધૂઓએ સેવા-ચાકરી કરી સંયુક્ત પરિવારનું દૃષ્ટાંત પૂરૃં પાડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial