Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, ધારાસભ્ય, મેયર, ચેરમેન, પત્રકારો, સમાજના શ્રેષ્ઠીઓ રહ્યા ઉપસ્થિતઃ બહોળો પ્રતિસાદ
જામનગર તા. ૧૮ઃ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પુણ્યતિથિએ એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાતાઓએ ટ્રસ્ટનો હેતુ સિદ્ધ કરવા ઉમળકાભેર નોંધપાત્ર સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
માનવ સેવા, શૈક્ષણિક કાર્યો તથા સામાજિક કાર્યો કરતા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જરૃરિયાતમંદ દર્દીઓની જરૃરિયાતને સહાયરૃપ થવા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવા તેમજ નેત્ર નિદાન કેમ્પનો લાભ લેવા અપીલ કરાઈ હતી, જેને માન આપીને સાંજે લોહાણા મહાજન વાડી જામનગરમાં રક્તદાતાઓ તેમજ આંખના દર્દીઓનો પ્રવાહ શરૃ થયો હતો.
આ કેમ્પમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, સ્ટે. કમિટીના ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, નગર પ્રા.શિ. સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, અગ્રણી ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા, આર.એસ. એસ.ના ગિરીશભાઈ બુદ્ધદેવ, વૃજલાલ પાઠક, વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ મોદી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ડાયરેક્ટર જીવણભાઈ કુંભરવડિયા, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય કે.બી. ગાગિયા, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, લોહાણા મહાજનના માનદ્મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠ્ઠા, લોહાણા અગ્રણી વજુભાઈ પાબારી, વેપારી અગ્રણીઓ નાથાભાઈ મુંગરા, તુલશીભાઈ ગજેરા, ધીરૃભાઈ કારિયા, અરવિંદભાઈ મહેતા, વિજયભાઈ શેઠ, સુરેશભાઈ હિરપરા, 'નોબત' દૈનિકના માલિક ચેતનભાઈ માધવાણી, એડવોકેટ સંજયદાન ગઢવી, શહેરના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ મેયરો, પૂર્વ અધ્યક્ષો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, તેમજ ટ્રસ્ટના શુભેચ્છકો, મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
નેત્રનિદાન કેમ્પ કે જે જામનગરના નિવૃત્ત સિનિયર ઓપ્ટ્રોમેટ્રિસ્ટ ડો. પૃથ્વીજરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોતિયા, ઝામર, પડદાના રોગો તેમજ વેલના સંખ્યાબંધ દર્દીઓની નેત્ર તપાસ અદ્યતન એનસીટી મશીન દ્વારા કરવામાં આવી હતી. આ બન્ને કેમ્પને સફળ બનાવવા બહોળી સખ્યામાં હાજર રહેલા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રક્તદાતાઓ, આંખના દર્દીઓ, તેમજ જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકના ડોક્ટરોનો ટ્રસ્ટના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલે આભાર માની કેમ્પને સંપન્ન કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial