Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જેવીઆઈએમએસ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમઃ ક્વિઝ કોમ્પીટીશન

નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત

જામનગર તા. ૧૮ઃ જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની જીવીઆઈએમએસ કોલેજમાં યુવાનો માટે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ અને ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ હેઠળ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રોજેકટ એકસેલ હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્સાહિત વિદ્યાર્થી યુવક-યુવતીઓ કે જે ઉદ્યોગસાહસિક વિચારણા પડકાર કૌશલ્ય વિકાસ અંગે કોઈપણ નવો વ્યવસાય શરૃ કરવા ઈચ્છતા હોય અને નવો બિઝનેશ સ્ટાર્ટઅપ આઈડીયા ધરાવતા હોય તેવા યુવાનો માટે ઓરિએનટેશન પ્રોગ્રામના માધ્યમથી યુવાનોએ માહિતગાર કરવામાં આવ્યા હતાં.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો માટેે પ શ્રેષ્ઠ વ્યવસાયિક વિચાર ધરાવતા અને વ્યવસાય કરવા ઈચ્છતા યુવાનોએ માર્ગદર્શન અને વ્યવસાય એટલે કે ધંધો શરૃ કરવા પ્રારંભિક નાણા આપી પ્રોત્સાહિત કરવામાં આવશે અને આપના વિચારો અને સાહસને નવો વ્યવસાય શરૃ ક રવા અને વિકસાવવામાં સહાયતા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જેવીઆઈએમએસ કોલેજના ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ તેમજ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થયેલ ૩ ટીમોને ટ્રોફી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં રોટરેકટ કલબના સેક્રેટરી શ્રી રૃત્વી અમલાણી, જેવીઆઈએમએસ કોલેજના ડારેકટર ડો. અજય શાહ, એસોસિયેટ પ્રોફેસર અને ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. શીતલ રાણા તેમજ યુએનડીપી ના સ્ટેટ પ્રોજેકટ મેનેજર શ્રી અર્જુન કૌરવ વગેરે અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતાં. તથા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર.કે. શાહ, ટ્રસ્ટી શ્રી ભર્તેશ શાહ અને કેમ્પસ ડાયરેકટર ડો. સ્નેહલ કોટક દ્વારા કાર્યક્રમ કરવા બદલ જેવીઆઈએમએસને અભિનંદન આપ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન અને આયોજન મિથુન ક્રિષ્ટી તથા યુએનડીપી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh