Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેનકવડના વૃદ્ધનો શ્વાસની બીમારીએ હર્યાે જીવઃ
જામનગર તા.૧૮: રાજસ્થાનથી દર્શનાર્થીઓના સંઘ સાથે યાત્રાધામોની જાત્રાએ નીકળેલા એક વૃદ્ધ બેટ દ્વારકામાં સંઘથી વિખૂટા પડી ગયા પછી કોઈ રીતે દરિયામાં ખાબકી ગયા હતા. બે દિવસ સુધી લાપત્તા રહ્યા પછી આ વૃદ્ધનો બેટ દ્વારકામાં દરિયાકાંઠેથી મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ભાણવડના ભેનકવડ ગામના એક વૃદ્ધને શ્વાસ ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના ફિરોઝપુરા ગામના વતની પરસારામ ગોલુરામ પાંડર (ઉ.વ.૯૧) નામના વૃદ્ધ પોતાના ગામમાંથી દ્વારકા સહિતના યાત્રાધામોના દર્શનાર્થે જઈ રહેલા સંઘમાં જોડાયા હતા અને સંઘ સાથે ગયા રવિવારે દ્વારકા આવી પહોંચ્યા હતા.
ત્યારપછી બપોરે સંઘના સદસ્ય સાથે પરસારામભાઈ બેટ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં કોઈ રીતે આ વૃદ્ધ સંઘથી અલગ પડી ગયા હતા. તેની જાણ સંઘના અન્ય લોકોને થતાં પરસારામભાઈની શોધખોળ શરૃ કરાઈ હતી પરંતુ તે વૃદ્ધનો પત્તો લાગ્યો ન હતો. તે દરમિયાન ગઈકાલે સવારે બેટ દ્વારકામાં હનુમાન મંદિર સામે આવેલા દરિયાકાંઠેથી પરસારામનો મૃતદેહ મળી આવ્યો છે. આ વૃદ્ધ સંઘથી અલગ પડી ગયા પછી કોઈ રીતે દરિયામાં ખાબકી ગયા હોવાનું અને તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. સંઘમાં સાથે રહેલા વિક્રમ મુનીરામભાઈ પાંડરે પોલીસને જાણ કરી છે. ઓખા મરીન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામના અરજણભાઈ નાથાભાઈ કદાવલા નામના સિત્તેર વર્ષના સગર વૃદ્ધને પાંચેક વર્ષથી શ્વાસની બીમારી લાગુ પડી હતી તેની સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન રવિવારે આ વૃદ્ધને શ્વાસ ચઢ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું તેમના પુુત્ર ચનાભાઈ કદાવલાએ પોલીસમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial