Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્તદાન - મહાદાન અનેક ફાયદા
આપણા લોહીથી કોઈ વ્યક્તિનું જીવન બચી શકે છે. એટલે જ તો કહેવાય છે કે રકતદાન મહાદાન. આ સૂત્રને સાર્થક કરતો જ એક કિસ્સો જામનગરની જીજી હોસ્પિટલમાં સામે આવ્યો છે. એક સર્ગભા સ્ત્રીને રાત્રિના સમયે ડિલીવરી દરમિયાન લોહીની જરૃર પડતાં આરોગ્ય કાર્યકરે બ્લડ ડોનેટ કરી રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે.
જામનગર તાલુકાના કોંજા ગામે રહેતા અને ખેત મજૂરી કરતાં ભાનુબહેન ભાયાભાઈ માટીયા નામના સગર્ભા ડિસેમ્બર-૨૦૨૨માં જામનગરની જીજી હોસ્પિટલ ફેમેલી પ્લાનિંગના ઓપરેશન અર્થે ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું કે સગર્ભાના ગર્ભમાં ત્રણ બાળકો છે અને ૨-૩ વખત તેણીએ પિલ્સનો પણ ઉપયોગ કર્યો છે. માટે તેણીને સારવાર માટે હિસ્ટ્રેટકટોમી કરાવવી પડશે. અને દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે કહેવામાં આવ્યું પરંતુ તે ગભરાઈ ને ઘરે પરત જતા રહ્યા હતા.
બાદમાં મે મહિનામાં ભાનુબહેનને રાત્રે ૧૦ વાગ્યે દુખાવો ઊપડતાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સગર્ભા મલ્ટી પારા હોઈ જોખમી સગર્ભા તરીકે ડિલીવરી સમયે બ્લડની તાત્કાલિક જરૃર પડતા દર્દીએ મોટી ભલસાણ આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ કાર્યકર શીતલબેન ગોસાઈને ફોન કરી બ્લડની જરૃર અંગે જણાવ્યું. આરોગ્ય કાર્યકર બહેન અને તેના ભાઈ મનુભાઈ મહેતા રાત્રે ૧૧ કલાકે તાત્કાલિક જીજી હોસ્પિટલ ગયા અને બ્લડ ડોનેટ કર્યું. સગર્ભાની રાત્રે ૧૨ઃ૫૦ વાગ્યે ડીલીવરી થઇ અને હાલ માતા અને બાળક બંને નોર્મલ છે. આ જોખમી સગર્ભાને આરોગ્ય કાર્યકરે રાત્રે તાત્કાલિક બ્લડ ડોનેટ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે.
રકતદાનના ફાયદા
અહેવાલઃ પારૃલ કાનગળ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial