Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પુત્રને હાજર થવા અદાલતનો આદેશઃ
જામનગર તા.૧૮: કલ્યાણપુરના પીંડારા ગામના એક વયોવૃદ્ધ માતાએ પોતાના બે પુત્રો પાસેથી દર મહિને ભરણપોષણ મેળવવા જામનગરની ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. અદાલતે બંને ભાઈને હાજર થવા હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના મોતીબેન મગનભાઈ ઠાકર તથા તેમના અવસાન પામનાર પતિએ પોતાની હૈયાતીમાં જ પુત્ર દયારામ, બાલુભાઈ, સહદેવને પીંડારામાં આવેલી જમીન ભાયુભાગથી આપી દીધી હતી.
જેમાંથી દયારામ તથા બાલુભાઈને ભાયુભાગની વ્હેંચણીમાં ૨૪-૨૪ વીઘા જમીન ભરણપોષણ કરવાની અને સેવાચાકરી કરવાની શરતે આપવામાં આવી હતી. તે પછી બંને ભાઈએ મોતીબેનના નિધન પછી માતાને જમવાનું પણ ન આપી હડધૂત કરતા માતા મોતીબેને પુત્રી મયાબેનને જાણ કરી હતી. પુત્રીએ પોતાના ભાઈઓને સમજાવટ કરવા પ્રયત્ન કરતા તેણીએ પણ ગાળો ભાંડી માતાને ઘરમાંથી કાઢી મુકાયા હતા.
પોતાની જામનગરમાં રહેતી પુત્રીના ઘેર આશરો મેળવ્યા પછી માતાએ જામનગરની ફેમિલી કોર્ટમાં પુત્ર દયારામ તથા બાલુભાઈ મગનભાઈ ઠાકર સામે સીઆરપીસી ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી દર મહિને રૃા.૧૫-૧૫ હજાર ભરણપોષણપેટે મેળવવા માંગણી કરી છે. અદાલતે બંને ભાઈને હાજર થવા હુકમ કર્યાે છે. માતા તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા તથા હિતેશ ગાગીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial