Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૧૮ઃ જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના શ્રી રામ, લખમણ જાનકી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહા પ્રસાદ, ભંડારા સાથે શ્રી કરણદાસ મહારાજની ચાદરવિધિના કાર્યક્રમ પણ યોજાયો હતો.
પ્રખર વકતા નરેન્દ્રભાઈ વ્યાસએ શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું. દરરોજ રાત્રે ભજન, સંતવાણી, શ્રીનાથજીની ઝાંખી, રામા મંડળ, કાનગોપી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં સંતો, મહંતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. દરરોજ દાતાઓના સહયોગથી મહાપ્રસાદ પણ યોજવામાં આવ્યો હતો.નંદલાલ ભેંસદડીયા, ખીમજીભાઈ વાંસજાળીયા, રામજીભાઈ ભેંસદડીયા, જયંતિભાઈ માવજીભાઈ કાનાણી, હરજીભાઈ, રવજીભાઈ, સુધીર, ભેંસદડીયા, કેતનભાઈ વગેરેએ આ માટે જહેમત ઉઠાવી હતી. મહંત શ્રી શ્યામ બિહારીદાસ શાસ્ત્રીજી ગુરૃ શ્રી આનંદદાસજી મહારાજ તથા ગ્રામજનોએ સંપૂર્ણ કાર્યક્રમની જવાબદારી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial