Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
.,.
જામનગર તા. ૧૮: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર ૧૯ર૦ર/૧૯ર૦૧ પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એસકપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એકસપ્રેસથી સુપરફાસ્ટ એકસપ્રેસમાં બદલવાનો તેમજ તેના આવવા-જવાના સમયમાં ફરેફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરફાસ્ટ એકસપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર કરવામાં આવશે. અમદાવાદના મંડળ રેલ પ્રવકતા અનુસાર ટ્રેન નંબર ૧૯ર૦૧ સિકંદરાબાદ-પોરબંદર એકસપ્રેસ-૧૯-૦૭-ર૦ર૩ થી અને ટ્રેન નંબર ૧૯ર૦ર પોરબંદર-સિકંદરાબાદ એકસપ્રેસ રપ-૭-ર૩ તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી ૦૦ઃ પપ વાગ્યાને બદલે ૧ વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે ૮ વાગ્યાને બદલે ૭-૪૦ વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી ૧પ-૦૦ વાગ્યાને બદલે ૧પ-૧૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને ગુરૃવારે રર-૦પ વાગ્યેને બદલે ર૧ઃપ૦ વાગ્યે પોરબંદર પહોંચશે.
ટ્રેન સુપરફાસ્ટ થવાથી આ ટ્રેન નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે. ૧ર-૦૯-ર૩ વાગ્યાથી ટ્રેન નંબર ૧૯ર૦ર પોરબંદર-સિકંદરાબાદનો નંબર બદલી ર૦૯૬૮ અને ૧૩-૦૯-ર૦ર૩ થી ટ્રેન નંબર ૧૯ર૦૧ સિકંદરાબાદ-પોરબંદરનો નંબર બદલાઈને ર૦૯૬૭ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનને સુપરફાસ્ટમાં ફેરફાર કર્યા પછી ભાડાનું અંતર મુસાફરો પાસેથી વસુલ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial