Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વ્યક્તિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદઃ
જામનગર તા.૧૮: જામનગરના પંચવટી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં એકલા રહેતા સિક્કાના વતની શિક્ષિકાએ ગઈકાલે પોતાના ફ્લેટમાં અકળ કારણથી ગળાફાંંસો ખાધો હતો. તેઓની લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે તેમના ભાઈએ પોતાના બહેનને ત્રણ વ્યક્તિ હેરાન કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવે ચકચાર પ્રસરાવી દીધી છે.
જામનગરના પંડિત નહેરૃ માર્ગના છેવાડે આવેલી પંચવટી સોસાયટીમાં શિતલ એપાર્ટમેન્ટમાં સી/૨-સેકન્ડ ફલોરમાં વસવાટ કરતા મૂળ સિક્કાના વતની નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ હુંદડા નામના અઠ્ઠયાવીસ વર્ષના અપરિણીત યુવતીએ ગઈકાલે સવારે પોતાના રહેણાંક ફ્લેટમાં કોઈ અગમ્ય કારણથી ગળાફાંંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો.
આ બનાવની આડોશ પાડોશમાં જાણ થયા પછી સિક્કા સ્થિત તેમના પરિવાર જનોને વાકેફ કરવામાં આવતા સિક્કાની તાલબ કોલોનીમાં રહેતા તેમના પરિવારના ઈશાકભાઈ ઈબ્રાહીમભાઈ હુંદડા દોડી આવ્યા હતા. તે દરમિયાન સિટી-બી ડિવિઝન નો પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો.
આ યુવતીને પોલીસે નીચે ઉતારી ચકાસતા તેણીએ અંગ્રેજી ભાષામાં લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે તે ચિઠ્ઠી કબજે કરી આ યુવતીના ભાઈ સહિતના પરિવારજનોનું નિવેદન નોંધ્યંુ છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના બહેન જામનગરમાં એકલા રહી એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ગઈકાલે આ પગલું ભર્યું હતું.
ત્યારપછી મૃતક નુરજહાંબેનના ભાઈ ઈશાકભાઈએ ગઈરાત્રે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેડીના અફરોઝ તૈયબ ચમડીયા, અખ્તર ચમડીયા અને રઝાક સાયચા નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ આ ત્રણેયએ તેમના બહેનને સતત માનસિક ત્રાસ આપતા હતા. તેથી કંટાળી જઈ નુરજહાંબેને ગઈકાલે સવારે આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે અફરોઝ તેમજ રઝાક અને અખ્તર સામે ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial