Advertisement
Author: નોબત સમાચાર

મુકબધીર સાળી ૫ર દુષ્કર્મ ગુજારનાર બનેવીને દસ વર્ષની સખત કેદની સજા

સાત વર્ષ પહેલાના બનાવમાં પોક્સો કોર્ટે સજા ઉપરાંત ફટકાર્યાે દંડઃ

જામનગર તા.૧૮: જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા શખ્સે પોતાની સગીર વયની અને મુકબધીર એવી સાળી પર વર્ષ ૨૦૧૬માં પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેની ફરિયાદ આ શખ્સની પત્નીએ પોલીસમાં કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ જામનગરના ભાગોળે આવેલા એક વિસ્તારમાં રહેતા એક શખ્સના પત્નીના મુકબધીર બહેન એટલે કે આ શખ્સના સગા સાળી પર તે શખ્સે સાત વર્ષ પહેલા પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સગીરાની શારીરિક અશક્તિનો લાભ લઈ તે શખ્સે તેણીને હવસનો શિકાર બનાવી હતી.

આ બાબતની તે શખ્સના પત્નીએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વર્ષ ૨૦૧૬ના આ ગુન્હાની નોંધ કરી ભોગ બનનાર સગીરાનું નિવેદન નોંધવા માટે જે તે વખતે બહેરા-મુંગાની શાળાના દુભાષિયા (ઈન્ટર પ્રિટર)ની મદદ મેળવી હતી અને તેના માધ્યમથી નિવેદન નોંધી આ શખ્સ સામે ચાર્જશીટ તૈયાર કર્યું હતું.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા આ બાબતે મદદનીશ જિલ્લા સરકારી વકીલ મુકેશ પી. જાનીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી ગઈકાલે દસ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh