Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેજિયમ સિસ્ટમને લઈને કરેલી ટિપ્પણીઓ ભારે પડી?
નવી દિલ્હી તા. ૧૮ઃ મોદી સરકારમાં કાયદામંત્રી બદલી દેવાયા છે, અને અર્જુનરામ મેઘવાલ નવા કાનૂન મંત્રી બન્યા છે.
મોદી સરકારના કાયદા મંત્રી પદેથી કિરણ રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલો અનુસાર કિરણ રિજિજુને બીજા કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને અર્થ સાયન્સ મંત્રાલય સોંપવામાં આવ્યાનો નિર્ણય થયો છે. કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં હતાં.
તેઓ અરૃણાચલ પ્રદેશના રહેવાસી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓએ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે વિવાદ ઊભો થયો હતો. કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ કહ્યું હતું કે, દેશમાં કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં. દેશમાં દરેક વ્યક્તિ બંધારણ પ્રમાણે કામ કરે છે. આ સિવાય તેમણે અન્ય કેટલાક આકરા પ્રહારો પણ કર્યા હતાં. જેથી સરકાર અને જ્યુડીશ્યરી વચ્ચે તનાવ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial