Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજના વર્ષીતપનો તા. રર મે થી થશે આરંભ

જામનગરની કુમારપાળ પોષધ શાળા ગુરુદ્વારા પાસે

જામનગર તા. ૧૮ઃ જામનગર શહેરમાં બીરાજતા પ.પૂ. કેશવજીમુનિ મા.સા. આદિઠાણાના આશીર્વાદથી તેમજ આગામી ચતુર્માસ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં નક્કી થયેલા એવા ગુરુણી બા.બ્ર. દયાબાઈ મહાસતીજી (ગોંડલ સંપ્રદાય-ઝવેર પરિવાર) નું શિષ્યરત્ન બા.બ્ર. કુંદનબાઈ સ્વામી આદીઠાણાની નિશ્રામાં તા. રર-પ-ર૦ર૩ થી સમસ્ત જૈન સમાજ માટે નવા વર્ષીતપ ઉપવાસની આરાધના સાથેનો શુભારંભ દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ (હસ્તે સંઘમાતા હેમલતાબા) પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલ છે. ઉપવાસના પ્રત્યાખ્યાન સામૂહિક રીતે તા. રર-પ-ર૦ર૩ ના 'કુમારપાળ પોષધશાળા', ગુરુદ્વારા પાસે, પાંચ બંગલા રોડ ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયના પ.પૂ. બા.બ્ર. કુંદનબાઈ મ.સ.ના શ્રીમુખે વ્યાખ્યાન દરમિયાન ફરમાવવામાં આવશે. જેમનો સમય ૯-૩૦ થી ૧૧ રહેશે અને વ્યાખ્યાનનો સમય ૧૦-૩૦ થી ૧૧ રહેશે.

આ વર્ષીતપમાં જોડાવનારને તે સમયે અવશ્ય હાજર રહેવા જણાવાયું છે. પ્રથમ પ્રત્યાખ્યાન જાહેરમાં સંતોના મુખે સમૂહમાં લેવાનો આનંદ અનેરો હોય છે. ભવિષ્યમાં સૌએ પોતપોતાના નજીકના ઉપાશ્રયે ગુરુ ભગવંતો પાસે લેવા અનુરોધ છે.

આ નવા શરૃ કરવામાં આવેલ વર્ષીતપમાં શ્રાવક-શ્રાવિકાઓએ તેમની અનુકૂળતા મુજબ ચાલુ માસ દરમિયાન એટલે કે તા. રર-પ-ર૦ર૩ સુધીમાં 'સેવા' સંસ્થાના કાર્યાલયમાં (ફોન નં. રપપ૪૩૩૭) તથા ઉપાશ્રયમાં મંજુબેન મહેતા (મો.નં. ૬૦૧૬૬ ૧૮પ૬૬) તથા અનસુયાબેન શાહ (મો.નં. ૯૭રપ૬ ર૬૭૪ર) તથા રીટાબેન મેતા (મો.નં. ૭પ૬૭૮ ૮ર૭૭ર) તથા રાજુભાઈ શાહ (મો.નં. ૯૬૧ર૩ ૭૪૯૩૦) પાસે નોંધાવવાના રહેશે. આ આરાધનામાં ૧૦૧ આરાધકો જોડાઈને વધુને વધુ લાભ આપવા દાતા પરિવારની ભાવના છે.

નિયમોઃ ચાલુ વર્ષના વર્ષીતપના તથા નવા શરૃ થતા વર્ષીતપના પારણા તથા અતરવારણા શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છની વાડીમાં કરાવવામાં આવશે, પરંતુ અનિવાર્ય સંજોગો અનુસાર સ્થળમાં ફેરફાર કરવાનો થશે તો તેની જાણ અગાઉથી કરવામાં આવશે, અને તે અંગેની જાણકારી દરેક તશ્વીઓએ મેળવી લેવાની રહેશે.

વર્ષીતપ દરમિયાન તપશ્વીઓએ રાત્રિ ભોજનનો તથા સચેત વસ્તુઓ જેવી કે કાચી લીલોતરી તેમજ કાચા પાણીનો ત્યાગ કરવાનો રહેશે. તેમજ પ્રતિક્રમણ કરવાના ભાવ રાખવાના રહેશે.

ચાલુ વર્ષના તપશ્વીઓ તેમના પારણા પછી તેમની શાતાકારી પછી નવા શરૃ થતા વર્ષીતપમાં જોડાવા ઈચ્છતા હોય તેમજ અન્ય શ્રાવક ભાઈઓ-શ્રાવિકા બહેનોને સમય સંજોગો અનુરૃપ વર્ષીતપમાં જોડાવા ઈચ્છા ધરાવતા હોય તેના માટે તા. રર-૪-ર૦ર૩ થી તા. રર-પ-ર૦ર૩ સુધીમાં કોઈપણ દિવસથી વર્ષીતપમાં જોડાઈ શકશે.

વર્ષીતપમાં આવતા પારણા-અતરવારણાના દિવસોએ મૂર્તિપૂજક આરાધકોનું પૂરેપૂરૃં ધયાન રાખવામાં આવશે.

નવા શરૃ થતા વર્ષીતપમાં રપ ઉપર આરાધકોની સંખ્યા થશે તો વાડીમાં પારણા-અતરવારણાનું આયોજન રાખેલ છે., સંખ્યા ઘટશે તો તપશ્વીના ઘરે શાતા આપવાની શાતા સામગ્રી સમયે સમયે પહોંચાડવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh