Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમોલાની કારરેસિંગ પણ મુલતવીઃ સાર્વત્રિક જળબંબાકારઃ વીજળી ઠપ્પઃ હજારો ઘરોમાં અંધારપટઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ ઈટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે જેટલો વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો તો છેલ્લા ૩૬ કલાકમાં જ વરસી ગયો હતો.
ઉત્તર ઈટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે, જેટોલ વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો તો છેલ્લા ૩૬ કલાકમાં જ વરસી ગયો હતો.
ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ૧૦૦૦ મી.મી. વરસાદ પડે છે, જ્યારે હવે ત્યાં ૩૬ કલાકમાં પ૦૦ મી.મી. વરસાદ પડ્યો છે. જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી, શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ. પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા, સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કાોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું. ઘણી દુકાનો પણ ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.
મુસુમેસીએ વધુમાં જણાવ્યું હતુંકે, પ૦,૦૦૦ લોકો હાલ અંધારામાં જીવવા મજબૂર છે કેમ કે વીજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટ કરીને અસરગ્રસ્તો સાથે એકજુટતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર જરૃરી સહાય સાથે દરમિયાનગીરી કરવા તૈયાર છે.
સરકારે જાહેરાત કરી કે કટોકટી સેવાઓએ બચાવના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃર છે. ઈમોલામાં રવિવારની કાર રેસિંગ ચેમ્પિયનશીપ ફોર્મ્યુલા વન એમિલિયા રોમાગ્ના ગ્રાન્ડ પ્રિક્સ બુધવારે પૂરને કારણે મુલત્વી રાખવામાં આવી હતી. આ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે.
આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પૂરને કારણે અમારા ચાહકો, ટીમો અને કર્મચારીઓ માટે ફોર્મ્યુલા વન ઈવેન્ટ્સ સુરક્ષિત રીતે યોજવી શક્ય નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial