Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પરથી શોધી કાઢ્યાઃ ફોટા રીમુવ કરવા અપાઈ સૂચનાઃ
જામનગર તા.૧૮: જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ઈન્સ્ટાગ્રામ કે તે પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીન નાખવા માટે હથિયારો સાથેના ફોટા મુકનાર દસ યુવાનોને પોલીસ મથકે બોલાવી તે પોસ્ટ, ફોટા રીમુવ કરવા સુચના આપી છે. બાઈક પર સ્ટંટ કરતા કેટલાક સીનરીયાઓને પણ પોલીસે 'માપ'માં રહેવા તાકીદ કરી છે. આ ઝુંબેશ યથાવત રખાશે તેમ પોલીસે જણાવ્યું છે.
વર્તમાન સમયમાં મોબાઈલના વધતા જતા ઉપયોગ વચ્ચે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પણ વધતા જઈ રહ્યા છે. મોબાઈલનો સામાન્ય ઉપયોગ કરતા વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે અમૂક દૂષણો સમાજમાં પ્રવેશી રહ્યા છે. ખાસ કરીને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કે ગેર ઉપયોગ કુમળા માનસને વધુ અસર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દેશના જુદા જુદા ભાગોમાં બનાવાતા રીલ્સ પ્રદર્શિત થઈ રહ્યા છે અને તેના કારણે સારા-નરસા અથવા કાયદાકીય કે ગેરકાનૂની બાબતો વિશે હજુ અજાણ હોય તેવા તરૃણો આ પ્રકારના ચિત્ર-વિચિત્ર રીલ્સ બનાવવા માટે પ્રેરાઈ રહ્યા છે અને તેના કારણે જાણતા કે અજાણતા તેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે પરંતુ તે બાબત જ્યારે કાયદાકીય પ્રક્રિયા હેઠળ આવે છે ત્યારે આ તરૃણો અને તેમના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જતાં જોવા મળી રહ્યા છે.
આ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે આપેલી સૂચનાના પગલે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઈમ સેલને પણ સતર્ક રહેવા તાકીદ કરી હતી. તેથી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. ઝા તથા તેમની ચુનંદી ટૂકડી આ પ્રકારની પ્રવૃૃત્તિ પર બાજ નજર રાખી રહી હતી.
સાયબર પોલીસની ચકાસણી દરમિયાન જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એપનો ઉપયોગ કરી કેટલાક તરૃણો, નવયુવાનો પોતાના ફોલોઅર્સ બનાવવા કે વધારવા અથવા સમાજમાં પોતાની અનોખી છાપ ઉભી થશે તેવી વાહિયાત વિચાર શરણીના કારણે હોલિવૂડ, બોલિવૂડ તથા સાઉથના મૂવી જોઈ સ્ટંટ કરતા હોય કે હથિયારો સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરતા હોય તેવા વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
શરૃ થયેલા મોનીટરીંગ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની વિશેષ ટૂકડીએ જુદા જુદા પ્લેટફોર્મ પર સર્ચ કરતા સોશિયલ મીડિયા પર તે પ્રકારના વીડિયો કે ફોટા અપલોડ કરતા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા. કાયદા મુજબ તે વ્યક્તિઓને સીઆરપીસી ૧૪૯ હેઠળ નોટીસ પાઠવી હાજર થવા પોલીસે તાકીદ કર્યા પછી તે વ્યક્તિઓની હાજરીમાં તપાસ કરતા કેટલાક ફોટાઓમાં ફાયર આર્મ્સ (અગ્નિશસ્ત્ર) જેવા દેખાતા હથિયારો અંગે પૂછપરછ કરાતા નકલી હથિયાર (રેપલીકા વેપન) કે જેમાં એરગન, લાઈટર ગન વગેરેનો સમાવેશ થાય છે તેવા પરંતુ સાચા દેખાય તેવા અને ભય ઉત્પન્ન કરે તેવા હથિયારો સાથે પોતાનો ફોટો પાડી અથવા વીડિયો ઉતારી તેને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે તેવી સોશિયલ મીડિયાની સાઈટ પર અપલોડ કરનાર વ્યક્તિઓ ઉપરાંત બાઈક પર સ્ટંટ કરતા હોય તેવા લોકોને પણ પોલીસ મથકે બોલાવી સાયબર ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી કરી છે.
જામનગરના વીસ વર્ષના યશ રાજેશભાઈ મહેતા નામના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર શોટગન સાથે અપલોડ કરેલો વીડિયો, ૨૬ વર્ષના પુનિત પ્રદીપભાઈ ખેતીયા નામના યુવાને પણ ઈન્સ્ટાગ્રામમાં શોટગન સાથે મૂકેલો ફોટો તથા વીડિયો, ૧૯ વર્ષના નયન પ્રવીણભાઈ ભીંડીએ ઈન્સ્ટાગ્રામમાં એરગન સાથે મૂકેલો ફોટો-વીડિયો, ૨૫ વર્ષના કાલાવડના જામવાડીના એજાઝ અનવર જખરાણીએ ત્રણ નાળચાવાળી બંદૂકવાળો ઈન્સ્ટાગ્રામમાં મૂકેલો ફોટો, જામનગરમાં રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરાગ ગોકાણીએ રિવોલ્વર સાથે ઈન્સ્ટાગ્રામમાં મૂકેલો ફોટો-વીડિયો, ૨૨ વર્ષના હર્ષલ વિજયભાઈ જોષીએ હથિયાર સાથે મૂકેલો ફોટો-વીડિયો, ૨૧ વર્ષના વિશ્વરાજસિંહ ચંદુભા વાઢેરે લાઈટર ગન સાથે ઈન્સ્ટામાં મૂકેલો ફોટો, ૧૯ વર્ષના વિશ્વરાજસિંહ ગુલાબસિંહ જાડેજાએ ઈન્સ્ટામાં રેપલીકા વેપન સાથે મૂકેલો ફોટો, ૨૪ વર્ષના સુરવીરસિંહ રામસંગ જાડેજાએ રેપલીકા વેપન સાથે મૂકેલો ફોટો, ૨૧ વર્ષના અંકિત તન્નાએ એરગન સાથે ઈન્સ્ટામાં મૂકેલો ફોટો, ૧૭ વર્ષના એક કિશોરે વેપલીકા વેપન સાથે મૂકેલો ફોટો સાયબર ક્રાઈમ પોલીસના ધ્યાનમાં આવતા તમામને નોટીસ પાઠવી પોલીસ મથકે બોલાવાયા પછી તે પોસ્ટ રીમુ કરવા સુચના અપાઈ હતી.
તે ઉપરાંત ફિલ્મી ઢબે બાઈક પર સ્ટંટ કરતો વીડિયો ઈન્સ્ટામાં અપલોડ કરનાર જામનગરના પચ્ચીસ વર્ષના જાવેદ નાસીર નોખીયા, ઈન્સ્ટામાં ફોલોઅર્સ વધારવા માટે ગન સાથે ફોટો મૂકનાર જયનુલ ગાજી નામના શખ્સ સામે બાઈક સ્ટંટનો વીડિયો પણ મૂકવા અંગે અટકાયતી પગલાં ભરવાની તજવીજ કરાઈ રહી છે. તે ઉપરાંત અહેમદ વાઘેર નામના યુવકે બાઈક સ્ટંટનો ઈન્સ્ટામાં મૂકેલો વીડિયો અને પચ્ચીસ વર્ષના રહીમ લાલાએ સ્ટંટ કરતો હોય તેવો ઈન્સ્ટામાં મૂકેલો વીડિયો સાયબર ક્રાઈમ પોલીસે શોધી કાઢ્યા પછી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી. ઝાએ જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી કાયદાનો ભંગ થતો હોય કે જાહેર સુખાકારીને વિક્ષેપ થતો હોય તે પ્રકારની પોસ્ટ મુકવા અંગે અને અન્ય વ્યક્તિઓ આ પ્રકારના કાર્યાે કરવા પ્રેરાઈ તેવી પોસ્ટ મુકી ગુન્હાહિત કૃત્ય કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યા મુજબ બાળકોના મન પર આ પ્રકારની પોસ્ટથી પડતી પ્રતિકૂળ અસર અથવા બાળ સુરક્ષા સામેના આ પ્રકારના કૃત્ય સાંખી લેવામાં આવશે નહીં તે ઉપરાંત ભય ઉભા કરતા કૃત્યો સામે પણ સાયબર ક્રાઈમ પોલીસની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે તેથી આ પ્રકારની પોસ્ટ કે રીલ્સ નિહાળી તેવા ફોટા, વીડિયો બનાવનાર તરૃણો, યુવાનોએ આવા કૃત્યોથી દૂર રહેવું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial