Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે
જામનગર તા. ર૧: આવતીકાલે તા. રર-પ-ર૦ર૬ ના સવારે ૬ વાગ્યે પ.પૂ.બા.બ્ર. વિશ્વાસીનીબાઈ મહાસતીજી, લાલવાડી, હાપામાં શ્રી હાલારી વિશાશ્રીમાળી સ્થાનકવાસીની વાડીએથી વિહાર કરવાના ભાવ રાખે છે.
સ્થાનકવાસી મોટા સંઘ જણાવે છે કે મહાસતીજી ચાતુર્માસ કરવા માટે જામનગરમાં આગમન કરી રહ્યા છે, તો સવારે ૬ થી ૬-૩૦ વચ્ચેે બધા ગામડાવાડાની હાપા વાડીએ પહોંચી જાય અને સાથે વિહાર કરવાના ભાવ જે શ્રાવક તથા શ્રાવિકા રાખતા હોય, તેમણે વાડીએથી રીટાબેન તથા અનસુયાબેન પાસેથી પાસ લઈ લેવાના રહેશે. ત્યાંથી મહાસતીજી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય, વરિયાના ડેલામાં પધારી માંગલિક સંભળાવશે. માંગલિક પછી લોકાગચ્છ કુંવરજી પક્ષની વાડીમાં પાસ ધારક ભાઈ-બહેનોએ નવકારશી વાપરી પાસ આપી બહુમાન લેવાનું છે.
મહાસતીજીના ચતુર્માસ નગરપ્રવેશ આગમનમાં વધુને વધુ શ્રાવક-શ્રાવિકાઓ જોડાઈ એવી દાતા પરિવાર સંઘમાતા હેેમલતાબા પરિવારે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial