Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને સામે કોર્ટમાં કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૨૧: જામનગરના બે આસામીએ એક પેઢી પાસેથી મેળવેલા ધિરાણને પરત ચૂકવવા ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની અદાલતમાં બે ફરિયાદ કરવામાં આવી હતી. અદાલતે બંને આરોપીને એક-એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં કેદાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા સાવન ભગવાનજી નાખવા પાસેથી રૂ।.૧ લાખ ૩૦ હજારનું ધીરાણ કૌશલ વિજયભાઈ પટ્ટણી દ્વારા મેળવવામાં આવ્યું હતું. તે રકમની ચૂકવણી માટે કૌશલ પટ્ટણીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી કૌશલ વિજયભાઈ પટ્ટણીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના પરેશ ત્રિકમદાસ સાવલાણી નામના આસામીએ પણ કેદાર એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ।.ર લાખની પર્સનલ લોન લીધા પછી આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યાની ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપી પરેશ ત્રિકમદાસને એક વર્ષની કેદ તથા રૂ।.ર લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial