Advertisement
Author: નોબત સમાચાર

ભાવ વધારા-મોંઘવારી સામે "ચોકલેટ"નું વિતરણ કરીને "આપ"નો વિરોધઃ પોલીસે કરી અટકાયત

રાજનેતાઓએ "બ્રાન્ડ" ને ચમકાવી દીધી...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: રાજયમાં પ્રવર્તી રહેલ કારમી મોંઘવારી અને ડીઝલની અછતથી ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની છે. આ મુદ્દે આજે મેલોડી ચોકલેટ વહેંચી આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જ્યારે વિરોધ પ્રદર્શન કરતા આપના આગેવાન, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર આમઆદમી પાર્ટી (શહેર) ના પ્રમુખ રાજભા સોઢાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને સુપરત કરાયું હતું.

જેમાં જણાવાયા અનુસાર રાજય એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે, તો રાજયમાં ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે.

આ બેવડી સમસ્યાના કારણે રાજયના વિકાસના આધાર સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક  રીતે પાયમાલ થઈ રહી છે.

ખેતીની સિઝન ટાણે જ ખેડૂતોના ટ્રેકટરો ડીઝલના અભાવે ઠપ્પ થઈ ગયા છે. આથી વાવણી પહેલા ખેડૂતો ચિંતામાં છ.ે આથી ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી, ખાનગી પેટ્રોલ પંપમાં ખેડૂતો માટે ડીઝલની અનામત વ્યવસ્થા કરવામાં આવે. તથા ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેમજ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે.

ઈંધણની અછતના કારણે માલ વાહક વાહનો હાઈ-વે પર અટવાઈ પડયા છે. અને માલની સમયસર ડિલિવરી થઈ શકતી નથી. પરિણામે ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આથી આવા તમામ માલ વાહક વાહનો માટે ૨૪ કલાક ડીઝલનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવે, અને સંગ્રહખોરી તથા કાળાબજારી સામે વિજીલન્સ તપાસ કમિટી નિમવામાં આવે.

ડીઝલના કારણે માલ વાહક વાહનના ભાડા વધવાના કારણે શાકભાજી, ખાદ્યતેલ, અનાજ, દૂધ વગેરેમાં ભાવ વધારો થયો છે. આથી સરકારે તાત્કાલિક વેટ, સેસમાં ઘટાડો કરવાની જરૂર છે. તથા દરેક જિલ્લા સ્તરે પ્રાઈઝ કંટ્રોલ અને મોનિટરીંગ સ્ક્વોડ કાર્યરત કરવામાં આવે.

છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર તમામ સ્તરે છે. પરંતુ વર્તમાન સ્થિતિ અસહ્ય બની છે. જો યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો અર્થતંત્ર ખોરવાઈ જશે. આથી યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે.

આ આવેદનપત્ર પાઠવ્યા પછી લોકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરીને વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સંદેશો અપાયો હતો કે, સરકાર મેલોડી ચોકલેટ ખાવામાં વ્યસ્ત છે અને જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે.

આમ, અગાઉ આપ દ્વારા જાલમુડી અને હવે મેલોડી વહેચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસે આપ ના શહેર પ્રમુખ રાજભા સોઢા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh