Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ટલ કોલેજના ઉચાપતકાંડના આરોપીની ધરપકડઃ ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા

સરકારી ગ્રાન્ટ પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરની ડેન્ટલ કોલેજમાં આઉટસોર્સથી ભરતી થયા પછી મુખ્ય કેશિયર તરીકે ફરજ બજાવતા અધિકારીની સાથે રહી કામ કરતા એક કર્મચારીએ પાંચ મહિનામાં સરકારી ગ્રાન્ટમાંથી રૂ।.સવા કરોડ ઉપરાંતની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાની કરાયેલી ફરિયાદમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.

જામનગરની ડેન્ટલ કોલેજમાં આઉટસોર્સના કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભિત  ગર્ગ નામના શખ્સે પાંચ મહિનામાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા દર્દીઓની સારવાર માટે અને કર્મચારીઓના પગાર માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી રૂ।.૧,૩૬,૧૯,૩૫૦ની રકમની ઉચાપત કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ શખ્સે ડીન ડો. નયના પટેલની જુદા જુદા ૧પ ચેકમાં સહી કરાવી લઈ ગ્રાન્ટની ઉપરોક્ત રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે આરોપીના સગડ દબાવ્યા પછી શોભિત ગર્ગ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ શખ્સને રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh