Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાસે રેલવે ટ્રેક નજીકથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ

આત્મહત્યા કરનાર યુવતીના પિતાનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર નજીકના કનસુમરા પાસે રેલવે ટ્રેક પાસેથી મંગળવારે બપોરે ત્રીસેક વર્ષના એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા પછી સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. જ્યારે ગઈકાલે ગોવાળ મસ્જિદ સામે એક એપાર્ટમેન્ટના નવમા માળેથી મોતની છલાંગ લગાવનાર મૃતક યુવતીના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જામનગર નજીકના કનસુમરા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પાસેથી મંગળવારે બપોરે એકાદ વાગ્યે વીસેક વર્ષના લાગતા એક અજાણ્યા પુરૂષ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. કોઈએ આ બાબતની જાણ રેલવે વિભાગમાં કી મેન તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ સવાસરીયાને કરતા તેઓએ આ પુરૂષને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. આ અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે વિનોદભાઈનું નિવેદન નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગરના કલ્યાણજીના ચોક વિસ્તારમાં આવેલી ઝવેરીની ડેલીમાં રહેતા જતીનભાઈ ડોલરભાઈ પારેખ નામના સોની પ્રૌઢની ત્રેવીસ વર્ષની પુત્રી દ્રષ્ટિબેન ઝવેરીએ ગઈકાલે સવારે પોણા નવેક વાગ્યે ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તે બનાવની પોલીસે નોંધ કર્યા પછી પિતા જતીનભાઈનું નિવેદન નોંધ્યું છે.

પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ તેમના પુત્રી દોઢેક વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરતા હતા જેમાં તેઓ નાપાસ જાહેર થતાં દોઢેક મહિનાથી ડિપ્રેશન અનુભવતા હતા. માનસિક તણાવમાંથી મુક્તિ અપાવવા પરિવાર દ્વારા દ્રષ્ટિબેનને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન ખોટા વિચારો આવતા રહેતા હોવાથી ગઈકાલે સવારે આ યુવતીએ ઉપરોક્ત પગલું ભરી લીધુ છે. પોલીસ દ્વારા તપાસ યથાવત્ રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh